વડોદરા ચિખોદરા ગામના અને પ્રથમ ગ્રામીણ મલિન જળ શુદ્ધિકરણ પ્લાન્ટમાં વીજ પુરવઠા માટે સોલાર પેનલ બેસાડવા અંગે જિલ્લા કલેકટરે વિચાર વિમર્શ કર્યો હતો. તેમજ એક પહેલ સમાન કદમના રૂપમાં એક પર્યાવરણ રક્ષક રૂપે આ પ્લાન્ટને સૂર્ય ઊર્જા સંચાલિત બનાવવાની ચર્ચા વિચારણા કરી હતી. તેના પગલે આ સુવિધાના સંચાલન માટેના વીજ ખર્ચમાં ખૂબ બચત થવાની સાથે શુદ્ધ વીજળીના લાભો મળી શકે અને ગામના ચોરે ગામલોકો સાથે સંવાદ બેઠક યોજી હતી.
વડોદરામાં સોલાર પેનલ બેસાડવા જિલ્લા કલેકટરે કર્યો વિચાર વિમર્શ - solar panels in Vadodara
વડોદરા: જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ વડોદરા તાલુકાના ચિખોદરા ગામે રાજ્યની પંચાયતોમાં કદાચિત પ્રથમ કહી શકાય એવા એસ.ટી.પી.એટલે કે મલિન જળ શુદ્ધિકરણ પ્લાન્ટની સ્થાપના અને જાહેર ક્ષેત્રના એકમ આઇઓસીએલની સી.એસ.આર. ભંડોળ સહાયતા હેઠળ બનાવવામાં આવ્યો છે. જેને લઈને વડોદરા જિલ્લા કલેકટર અને આઇઓસીલના અધિકારીઓ સાથે આ પ્લાન્ટની મુલાકાત લીધી હતી.
![વડોદરામાં સોલાર પેનલ બેસાડવા જિલ્લા કલેકટરે કર્યો વિચાર વિમર્શ vadodara](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5470342-thumbnail-3x2-vadodara.jpg)
વડોદરા
આ પ્લાન્ટના લાભોની વિગતવાર સમજણ આપવાની સાથે ગામલોકો તેના વ્યવસ્થિત સંચાલનની સુચારુ વ્યવસ્થા કેવી રીતે ગોઠવી અને ચલાવી શકે તે સંદર્ભે વાત કરી હતી.
25 ડિસેમ્બરના રોજ સુશાસન દિવસ પૂર્વ પ્રધાન સ્વ.અટલ બિહારી વાજપેયીના જન્મ દિવસ નિમિત્તે તેમને આદર અંજલિ આપવા માટે ઉજવાય છે. ગ્રામ સ્વચ્છતાના સુશાસન મોડેલ સમાન આ નવી વ્યવસ્થાની એ દિવસે રાજ્યના મુખ્ય પ્રધાન મુલાકાત લે એવી શક્યતા છે.