ગુજરાત

gujarat

ETV Bharat / state

મતદાન માટે વડોદરા તંત્ર સજ્જ, EVM-VVPAT સહિત મતદાન સામગ્રીનું વિતરણ - Gujarat election

વડોદરાઃ શહેર અને જિલ્લાના મતદાન મથકો ખાતે EVM તેમજ VVPAT સહિત મતદાન સામગ્રીનું વિતરણ કરવા શહેરી વિસ્તારમાં 5 અને સાવલી અને વાઘોડિયામાં 2 એમ મળીને કુલ સાત ડિસ્પેચિંગ અને રીસીવીંગ સેન્ટર્સ રાખવામાં આવ્યા છે. આ સેન્ટરો ખાતેથી આજે જે તે મતદાન મથક માટેની મતદાન ટુકડીને મતદાન સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

મતદાન માટે વડોદરા તંત્ર સજ્જ, EVM-VVPAT સહિત મતદાન સામગ્રીનું વિતરણ

By

Published : Apr 22, 2019, 2:09 PM IST

પોલીસ બંદોબસ્ત સાથે આ ટુકડીઓને વાહનો દ્વારા તેમના મતદાન મથકો ખાતે પહોંચાડવામાં આવ્યા હતા. મંગળવારે મતદાન પૂર્ણ થયા પછી નિર્ધારીત રુટ પ્રમાણે મતદાન ટુકડીઓને તેમના સંબંધિત રીસીવીંગ સેન્ટર ખાતે પરત લઇ જવાશે. ત્યાર બાદ તમામ ઇવીએમ-વીવીપેટને વડોદરા શહેરની પોલીટેકનીક કોલેજ ખાતેના મુખ્ય સ્ટ્રોન્ગ રુમ અને મતગણના કેન્દ્ર ખાતે લઇ જવાશે. જ્યાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા, કેન્દ્રીય દળોના બંદોબસ્ત અને CCTV સર્વેક્ષણ વચ્ચે સાચવવામાં આવશે.

મતદાન માટે વડોદરા તંત્ર સજ્જ, EVM-VVPAT સહિત મતદાન સામગ્રીનું વિતરણ

ABOUT THE AUTHOR

...view details