વડોદરાશહેરમાં 10મી એમ. જી. વડોદરા ઈન્ટરનેશનલ મેરેથોન (mg vadodara international marathon) દ્વારા વડોદરા ફરી એક વાર 8મી જાન્યુઆરીએ ઇતિહાસ રચવા જઈ રહ્યું છે. આ મેરેથોનનો એક ઝળહળતો ઈતિહાસ રહ્યો છે કે, આપણા મુખ્યપ્રધાન દ્વારા દરેક મેરેથોનને ફલેગ ઑફ આપવામાં આવે છે. એ જ પરંપરા જાળવી રાખતાં આ વર્ષે પણ 10મી એમ.જી. વડોદરા ઈન્ટરનેશનલ મેરેથોનને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) 8મીએ ફ્લેગ ઑફ કરાવી મેરેથોનનો શુભારંભ કરશે. આ પ્રસંગે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી પણ ખાસ ઉપસ્થિત રહી ફ્લેગ ઑફમાં જોડાશે.
કૃત્રિમ પગ ધરાવતા રનર્સ દોડશેકુણાલ ફડનીસ, મનીષ મારુ, સુનીલ અગ્રવાલ, મિતેષ દાંડે, ઈકબાલ મન્સુરી, રાજૂ વાઘેલા, વ્રિજેશ ઠક્કર. આ બધાંમાં શું સામ્યતા છે? હાં, આ બધા વ્યક્તિઓ વડોદરાના જ રહેવાસી છે. આ તમામ મેરેથોન રનર્સ (mg vadodara international marathon) છે. એટલું જ નહીં, આ બધા દિવ્યાંગ રનર્સ છે, તેઓ "પ્રોસ્થેટિક લેગ" એટલે કે કૃત્રિમ પગ ધરાવે છે. વડોદરા મેરેથોન એ જો વડોદરાની ઓળખ બની હોય તો મેરેથોનનો (mg vadodara international marathon) "દિવ્યાંગ પેરાલિમ્પિક રન" (Divyang Paralympic Run)એ વડોદરા મેરેથોનની આગવી ઓળખ બની ચૂકી છે. તેમાં પણ કૃત્રિમ અવયવો ધરાવતા આ તમામ દોડવીરો આપણને સૌને જિંદગીને ઝિંદાદિલીથી જીવવાની પ્રેરણા આપે છે.
વિવિધ ઉદ્દેશથી જોડાયાઆ તમામ દિવ્યાંગ રનર્સ (Divyang Paralympic Run) અલગ અલગ કારણોસર વડોદરા મેરેથોનમાં જોડાયા છે. કોઈ સ્વત: પ્રેરણાથી, અંત:સ્ફૂરણાથી, તો કોઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના "ફિટ ઈન્ડિયા"ના આહ્વાનથી પ્રેરિત થઈને જોડાયા (fit india movement) છે. કેટલાક પોતાના ઉદાહરણથી સમાજને આપણને સૌને પ્રોત્સાહિત કરવાના ઉમદા આશયથી આવ્યા છે. તેમ જ કોઈ વડોદરા મેરેથોનના (mg vadodara international marathon) ચેરપર્સન તેજલ અમીનના નેતૃત્વમાં શરૂ થયેલા તનમનની ફિટનેસ વધારવા માટેના આ સામૂહિક ઈવેન્ટમાં સક્રિયપણે સહકાર આપવા તેનો ભાગ બનવા માટે જોડાયા છે.
આ પણ વાંચોવિસરાઈ ગયેલી સ્પર્ધાનું ફરી આયોજન, લવાછા ગામે અશ્વદોડ યોજાઈ