ગુજરાત

gujarat

ETV Bharat / state

Vadodara news: બરોડા ડેરીના પ્રમુખ પદેથી દિનેશ પટેલનું રાજીનામું - Vadodara news

બરોડા ડેરીના પ્રમુખ પદેથી દિનેશ પટેલે ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને રાજીનામું સોપ્યું. તેમને કહ્યું કે 'છેલ્લા 8 વર્ષમાં મારા પ્રમુખ પદ તરીકે તમામનો સાથ સહકાર મળ્યો તે બદલ આભાર'. દિનેશ પટેલની પ્રમુખ તરીકેની ટર્મ પુરી થવામાં 6 મહિનાનો સમય બાકી હતો.

dinesh-patel-resigns-as-president-of-baroda-dairy
dinesh-patel-resigns-as-president-of-baroda-dairy

By

Published : Jan 17, 2023, 1:39 PM IST

વડોદરા: વડોદરા પાદરાના પૂર્વ ધારાસભ્ય અને બરોડા ડેરીમાં છેલ્લા આઠ વર્ષથી પ્રમુખ પદે રહેલા દિનેશ પટેલે અચાનક રાજીનામું આપી દેતાં દૂધ ઉત્પાદકો અને સહકારી ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે. તેમણે બોર્ડ ઓફ ડિરેક્ટરને રાજીનામું સોંપી દીધું છે. આ પહેલાં વિધાનસભાની ચૂંટણી વખતે અપક્ષ ઉમેદવારી કરતાં હોવાથી તેમણે ચૂંટણી લડવા માટે રાજીનામું આપ્યું હતું. દિનેશ પટેલની પ્રમુખ તરીકેની ટર્મ પુરી થવામાં 6 મહિનાનો સમય બાકી હતો. હવે તેમના રાજીનામા બાદ જી. બી. સોલંકીની કાર્યકારી પ્રમુખ તરીકે વરણી કરાઈ છે.

બરોડા ડેરીના પ્રમુખ પદેથી દિનેશ પટેલનું રાજીનામું

ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને રાજીનામું સોંપ્યું:વડોદરા દૂધ ઉત્પાદક સંઘ બરોડા ડેરીમાંથી અચાનક રાજીનામું ધરી દીધું છે. તેમણે ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને રાજીનામું સોંપ્યું છે. રાજીનામું આપ્યા બાદ તેમણે કહ્યું હતું કે, છેલ્લા આઠ વર્ષમાં મારા પ્રમુખ પદ તરીકે તમામનો સાથ સહકાર મળ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર.

આ પણ વાંચોGujarat vidhansabha: અમિત ચાવડા વિધાનસભામાં વિપક્ષ નેતા, શૈલેષ પરમાર ઉપનેતા

ભાજપે ટિકીટ કાપતાં અપક્ષ ચૂંટણી લડ્યાં હતાં:ભાજપે દિનેશ પટેલની આ વખતે ટિકીટ કાપતાં જ તેમણે અપક્ષ ઉમેદવારી કરી હતી. જેમાં તેઓ હારી ગયાં હતાં. તે ઉપરાંત ડિસેમ્બર 2020માં બરોડા ડેરીમાં ચાલતા ભ્રષ્ટાચાર મુદ્દે સહકાર મંત્રીને પત્ર લખ્યા બાદ ધારાસભ્ય કેતન ઈનામદાર અને ડેરીના ચેરમેન દિનું મામા વચ્ચે આક્ષેપો-પ્રતિઆક્ષેપો થતા વિવાદ થયો હતો. 22 નવેમ્બરે જ ભાજપે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતાં. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના મોવડી મંડળ દ્વારા વડોદરા જિલ્લામાં અપક્ષ ઉમેદવાની નોંધાવીને બળવો કરનારા પાદરા બેઠકના પૂર્વ ધારાસભ્ય દિનુમામા, વાઘોડિયાના વર્તમાન ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા અને સાવલી બેઠક પરથી કોંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધાવનારા કુલદિપસિંહ રાઉલને 22 નવેમ્બર 2022ની તારીખથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

આ પણ વાંચોJEE Mains 2023: જાન્યુઆરી સત્ર માટે એડમિટ કાર્ડ અને એગ્જામ સિટી લિસ્ટ આજે મૂકાશે

દિનુ પટેલે ભાજપમાંથી આપ્યું હતું રાજીનામું:ચૂંટણી પહેલા ભાજપમાંથી દિનુ પટેલે રાજીનામું આપ્યું હતું. તેમને પાદરા બેઠક પર ટિકિટ ન મળતા તેઓ નારાજ થયાં હતા. દિનુ પટેલે પાદરા બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડ્યા હતાં. દિનુ પટેલને હર્ષ સંઘવી અને સી આર પાટીલની સમજાવટ બાદ પણ તેઓ માન્યા ન હતાં. પાર્ટી દિનુ પટેલને સસ્પેન્ડ કરે તે પહેલા જ દિનુ પટેલે પાર્ટીને રામ રામ કર્યા હતા. તેમજ આજે તેમણે ડેરીના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. તમને જણાઈ દઈએ કે, તેમનો કેતન ઈનામદાર સાથે વિવાદ પણ થયો હતો

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details