ગુજરાત

gujarat

ETV Bharat / state

Diagnostic Lab Vadodara : વડોદરાવાસીઓને ઘેરબેઠાં કલાકમાં બ્લડ ટેસ્ટની સુવિધા, ડિજિટલ એગ્રીગેટર પ્લેટફોર્મ શરુ - ઘેરબેઠાં કલાકમાં બ્લડ ટેસ્ટ

વડોદરામાંં સૌ પ્રથમ વખત ડાયગ્નોસ્ટિક લેબ ( Diagnostic Lab Vadodara )ના ડિજિટલ એગ્રીગેટર પ્લેટફોર્મ ( Digital Aggregator Platform in Vadodara )નો પ્રારંભ થયો છે. જેનાથી જરૂરિયાતમંદ દર્દીને સમયસર અને પોતાના ઘરે જ બ્લડ ટેસ્ટ (Blood Test )કલેક્શન થવાની સુવિધા મળશે. હેલ્થટેક સ્ટાર્ટઅપ ફ્લેબોઇન્ડિયા (Phleboindia) દ્વારા માત્ર 60 મિનિટમાં ફ્રી હોમ સેમ્પલ કલેક્શન સુવિધા ઊભી કરવામાં આવી છે.

Diagnostic Lab Vadodara : વડોદરાવાસીઓને ઘેરબેઠાં કલાકમાં બ્લડ ટેસ્ટની સુવિધા, ડિજિટલ એગ્રીગેટર પ્લેટફોર્મ શરુ
Diagnostic Lab Vadodara : વડોદરાવાસીઓને ઘેરબેઠાં કલાકમાં બ્લડ ટેસ્ટની સુવિધા, ડિજિટલ એગ્રીગેટર પ્લેટફોર્મ શરુ

By

Published : Jan 11, 2023, 9:02 PM IST

વડોદરા આજના સમયમાં ઝડપી અને સરળતાથી આરોગ્ય વિષયક સુવિધાઓ ઉપલબ્ધ થવી મોટી જરુરિયાતની વાત છે. ત્યારે વડોદરાવાસીઓને ઘરઆંગણે કલાકમાં જ બ્લડ ટેસ્ટ કલેક્શન સુવિધા ઉપલબ્ધ બની રહી છે.વડોદરામાં સૌ પ્રથમ વખત ડાયગ્નોસ્ટિક લેબ( Diagnostic Lab Vadodara )ના ડિજિટલ એગ્રીગેટર પ્લેટફોર્મનો પ્રારંભ ( Digital Aggregator Platform in Vadodara ) થયો છે. જેનાથી જરૂરિયાતમંદ દર્દીને સમયસર અને પોતાના ઘરે જ બ્લડ ટેસ્ટ કલેક્શન (Blood Test )થવાની સુવિધા મળશે. હેલ્થટેક સ્ટાર્ટઅપ ફ્લેબોઇન્ડિયા (Phleboindia) દ્વારા માત્ર 60 મિનિટમાં ફ્રી હોમ સેમ્પલ કલેક્શન સુવિધા ઊભી કરવામાં આવી છે.

આ પણ વાંચો Vegetable Market and Friday Market shift : 60 શાકમાર્કેટ અને શુક્રવારી બજારનું સ્થળાંતર થશે

હેલ્થટેક સ્ટાર્ટઅપ ફ્લેબોઇન્ડિયા (Phleboindia)ગુરુગ્રામ સ્થિત હેલ્થટેક સ્ટાર્ટઅપ (Healthtech startup )છે જે મૂળ વડોદરામાં છે અને જેને સમગ્ર ભારતમાં 9 શહેરોમાં સરળતાપૂર્વક કામગીરી શરૂ કરી છે. ફ્લેબોઈન્ડિયા દ્વારા વડોદરા શહેરમાં પણ આ સેવા શરૂ કરવામાં આવી છે જેમાં શહેરની 80 જેટલી લેબોરેટરીને સમાવવામાં આવી છે.

ઓનલાઈન એગ્રિગેટર પ્લેટફોર્મ ફ્લેબોઈન્ડિયા ડાયગ્નોસ્ટિક લેબોરેટરીઓ માટેનું એક ઓનલાઇન એગ્રીગેટર પ્લેટફોર્મ છે. જેને 1 હજારથી પણ વધુ લેબને ઓનબોર્ડ કરી છે. 4 મહિનાની કામગીરીમાં 25 હજારથી પણ વધુ દર્દીઓને સંતોષકારક રીતે સેવા આપી છે.. ફ્લેબોઇન્ડિયાની શરૂઆત કરનાર ડૉ. અર્પિત જયસ્વાલ વડોદરા અને આણંદ જિલ્લામાં મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં લેપ્રોસ્કોપી સર્જન છે. કોવિડ 19 દરમિયાન ડૉ. અર્પિતને ઘણા પડકાર મળ્યા જેમાં સચોટ નિદાનનું મહત્વ સમગ્ર વિશ્વમાં પ્રાથમિકતા બની ગઈ હતી. જેમાં ડૉ. અર્પિતે આવા પડકારરૂપ સમયમાં પોતાનો સમય અને પરિશ્રમ આપવાનું નક્કી કર્યું. તેઓ જણાવે છે કે ડાયગ્નોસ્ટિક ઇન્ડસ્ટ્રી માટે આ એક નવો કોન્સેપ્ટ છે.

આ પણ વાંચો ગધેડા માર્કેટમાં દબાણનો સફાયો કરવા પહોંચી ટીમ, અધિકારીઓ વેપારીઓ વચ્ચે તુતુમેંમેં

જરૂરિયાતમંદ દર્દી માટે ઉત્તમ સગવડઆ સ્ટાર્ટઅપનો ( Healthtech startup ) મુખ્ય ઉદ્દેશ્ય લેબ ડાયગ્નોસ્ટિક સેક્ટરને લોક ઉપયોગી બનાવવાનો છે. દરેક જરૂરિયાતમંદ દર્દીને સમયસર લોહીનો ટેસ્ટ તેમની પસંદગીને લેબોરેટરીમાંથી ઘરબેઠા મળી રહે અને તેનું નિદાન સમયસર થાય તેવી સેવા આપવાની મહત્વકાંક્ષા છે. તેથી ફક્ત 60 મિનિટમાં ફ્રી હોમ સેમ્પલ કલેક્શન સેવા આપવામાં આવી રહી છે.

ઘર ઘર સુધી સેવા પહોંચશે આ અંગે વધુ માહિતી આપતા ડૉ.અર્પિતે જણાવ્યું હતું કે દરેક લેબ અને દર્દીને ઓનબોર્ડ કરવાની આશા રાખીએ છીએ. અમારું લક્ષ્ય માત્ર એક બે શહેરો સુધી સીમિત નથી. અમે દૂરના સ્થળો ધ્યાનમાં લઈ ને દેશના ખૂણે ખૂણે આ સેવા આપવાનું લક્ષ્ય રાખીએ છીએ. જેથી કરીને કોઈ દર્દીને વિલંબને કારણે કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. અંતે અમારું લક્ષ્ય એક વર્ષમાં 30થી વધુ શહેરોમાં આ સેવા પહોચાડવાનું છે. આગામી 5 વર્ષમાં 200થી વધુ શહેરોમાં આ સેવા શરૂ કરવાના લક્ષ્ય સાથે કામગીરી શરૂ કરી છે.

કોઈપણ લેબમાંથી તેમના લેબ ટેસ્ટ બુક થઇ શકે છે ઓનલાઇન એગ્રિકેટર પ્લેટફોર્મ હોવાને કારણે દર્દીઓ તેમના શહેરની કોઈપણ લેબમાંથી તેમના લેબ ટેસ્ટ બુક કરાવી શકે છે. ફ્લેબોઇંડિયા દ્વારા ઉપયોગમાં લેવાતી ઓટોમેટેડ ટેકનોલોજીના પરિણામે માત્ર 60 મિનિટમાં સમયબદ્ધ અને મફત બ્લડકલેક્શન સેવાઓ પ્રદાન કરી શકાય છે. ભારતમાં આપ્રકારની સૌપ્રથવાર સુવિધા છે કે જ્યાં સુધી લેબ ટેસ્ટના ખર્ચની વાત છે. ત્યાં સુધી સમાજના તમામ વર્ગના લોકોને સક્ષમ બનાવે છે. કોઈ પણ સ્થળેથી અને કોઈ પણ સમયે ફ્રી હોમ બ્લડ કલેક્શન કોઈ પણ લેબમાંથી બુક કરાવી શકશે જે સામાન્ય નાગરિક માટે ઉપયોગી સાબિત થશે.

ABOUT THE AUTHOR

...view details