ગુજરાત

gujarat

ETV Bharat / state

જેને કંઈ આપવું નથી તે જ લોભામણી જાહેરાત કરે છે, કેન્દ્રિય પ્રધાન દેવુસિંહ ચૌહાણના AAP પર પ્રહાર - Ranjanben Bhatt MP

વડોદરામાં યોજાયેલા રોજગાર મેળામાં (PM rozgar mela) કેન્દ્રિય રાજ્યપ્રધાન દેવુસિંહ ચૌહાણ ઉપસ્થિત (devusinh chauhan minister) રહ્યા હતા. અહીં તેમણે મીડિયા સાથે વાતચીત દરમિયાન વિપક્ષ પર પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, જેમને કંઈ કામ નથી કરવું તેમને જાહેરાત કરવાથી કોઈ વાંધો હોતો જ નથી.

Etv Bharatકેન્દ્રિય પ્રધાન દેવુસિંહ ચૌહાણના AAP પર પ્રહાર, કહ્યું જેને કંઈ નથી આપવું તે જ લોભામણી જાહેરાત કરે છે
Etv Bharatકેન્દ્રિય પ્રધાન દેવુસિંહ ચૌહાણના AAP પર પ્રહાર, કહ્યું જેને કંઈ નથી આપવું તે જ લોભામણી જાહેરાત કરે છે

By

Published : Oct 22, 2022, 4:21 PM IST

અમદાવાદવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 10 લાખ લોકો માટે ભરતી અભિયાન `રોજગાર મેળાનો શુભારંભ (PM rozgar mela) કરાવ્યો હતો. ત્યારે પહેલા તબક્કામાં પસંદગી પામેલા 75,226 યુવકોને નિમણૂક પત્રો પણ એનાયત કર્યા હતા. તે અંતર્ગત વડોદરામાં પણ આજે રોજગાર મેળો યોજાયો હતો, જેમાં કેન્દ્રિય રાજ્યપ્રધાન દેવુસિંહ ચૌહાણ (devusinh chauhan minister) ઉપસ્થિત રહ્યા હતા. તે દરમિયાન તેમણે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા.

રોજગાર મેળાના સમારોહમાં કેન્દ્રિય પ્રધાન રહ્યા ઉપસ્થિત

રોજગાર મેળાના સમારોહમાં કેન્દ્રિય પ્રધાન રહ્યા ઉપસ્થિત મહત્વનું છે કે, રોજગાર મેળામાં (PM rozgar mela) દેશના વિવિધ ભાગોમાં ઉમેદવારો 50 સ્થળ પર ઉપસ્થિત રહ્યા હતા. આ અંગેનું આયોજન વિવિધ મંત્રાલયો અને વિભાગો દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં દરેક કેન્દ્રિય પ્રધાન ઉપસ્થિત રહ્યા હતા. તે જ અંતર્ગત વડોદરામાં યોજાયેલા રોજગાર મેળામાં (PM rozgar mela) કેન્દ્રિય રાજ્યપ્રધાન દેવુસિંહ ચૌહાણ (devusinh chauhan minister), સાંસદ રંજનબેન ભટ્ટ (Ranjanben Bhatt MP), ધારાસભ્ય યોગેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રિય પ્રધાનના AAP પર પ્રહાર કેન્દ્રિય રાજ્યપ્રધાન દેવુસિંહ ચૌહાણે (devusinh chauhan minister) અહીં જણાવ્યું હતું કે, સામાન્ય લોકો સમજી ન શકે તેવી લોભામણી જાહેરાતો વિપક્ષ કરી રહ્યું છે. મતની લાલચ આપીને લોભામણી જાહેરાતો આપતી હોય છે, પરંતુ ગુજરાત વિકાસની (Development of Gujarat) દ્રષ્ટિ એ ટોપ પર આવે છે. ત્યારે ગુજરાત સરકાર અનેક સમસ્યાઓના ઉકેલ માટે મજબૂત છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી (Aam Aadmi Party Gujarat) સરકારી નોકરી આપવાની વાતો કરે છે, પરંતુ જેને કશું આપવું જ નથી. તેને જાહેરાત કરવામાં કંઈ વાંધો હોતો નથી.

નિમણૂક પત્રો અપાયા ઉલ્લેખનીય છે કે, આ ભરતીઓ મિશન મોડમાં (PM rozgar mela) મંત્રાલયો અને વિભાગો દ્વારા અથવા તો UPSC, SSC, રેલવે ભરતી બોર્ડ જેવી ભરતી એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહી છે. ઝડપી ભરતી માટે, પસંદગી પ્રક્રિયાઓને સરળ બનાવવામાં આવી છે અને તકનીકી સક્ષમ બનાવવામાં આવી છે. આ કાર્યક્રમ યુવાનોને નોકરીની તકો પુરી પાડવા (PM rojgar mela 2022) અને નાગરિક કલ્યાણની ખાતરી કરવા માટે સરકારની સતત પ્રતિબદ્ધતા દર્શાવે છે. પશ્ચિમ રેલવે પર અમદાવાદ અને વડોદરા સહિત વિવિધ સ્થળોએ નવી નિમણૂક પામેલ ભરતીઓને નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details