ગુજરાત

gujarat

ETV Bharat / state

Vadodara News: ચાંદોદ ખાતે શ્રાદ્ધપક્ષમાં પિતૃ તર્પણ વિધિ માટે મોટી સંખ્યામાં આવે છે શ્રદ્ધાળુઓ - Tirthdham Chandod

વડોદરા જિલ્લામાં ડભોઇ તાલુકાના તિર્થધામ ચાંદોદ ખાતે શ્રાધ્ધ પક્ષમાં પિતૃ તર્પણ વિધિ માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. હાલ શ્રાદ્ધ પક્ષ-પિતૃપક્ષ ચાલી રહ્યો છે, ત્યારે પિંડદાન, પિતૃ તર્પણ, પિતૃ દોષ, નારાયણ બલી જેવા કર્મકાંડ કરાવવા અર્થે ચાંદોદ ખાતે શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળી રહ્યો છે.

વડોદરા જિલ્લામાં ડભોઇ તાલુકાના તિર્થધામ ચાંદોદ ખાતે  શ્રાધ્ધ પક્ષમાં પિતૃ તર્પણ વિધિ માટે મોટી સંખ્યામાં આવતાં  શ્રદ્ધાળુઓ
વડોદરા જિલ્લામાં ડભોઇ તાલુકાના તિર્થધામ ચાંદોદ ખાતે શ્રાધ્ધ પક્ષમાં પિતૃ તર્પણ વિધિ માટે મોટી સંખ્યામાં આવતાં શ્રદ્ધાળુઓ

By ETV Bharat Gujarati Team

Published : Oct 3, 2023, 11:43 AM IST

વડોદરા જિલ્લામાં ડભોઇ તાલુકાના તિર્થધામ ચાંદોદ ખાતે શ્રાધ્ધ પક્ષમાં પિતૃ તર્પણ વિધિ માટે મોટી સંખ્યામાં આવતાં શ્રદ્ધાળુઓ

વડોદરા: ગુજરાતના દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર તરીકે ચાંદોદ ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. શ્રાધ્ધ પક્ષમાં પૂર્વજો પ્રત્યેનું ઋણ અદા કરવા માટે શ્રદ્ધાળુઓ આ તીર્થધામ ચાંદોદ ખાતે આવી પહોંચતા હોય છે. આ શ્રાદ્ધ કર્મ કરવાથી આયુષ, ધન, વિદ્યા અને વૈભવ પ્રાપ્ત થતું હોય છે અને પિતૃઓને શાંતિ પ્રાપ્ત થતી હોય છે. કેટલીકવાર પિતૃ દોષથી મુક્તિ મેળવવા માટે પણ શ્રદ્ધાળુઓ શ્રાદ્ધ પક્ષમાં તીર્થધામ ચાંદોદ ખાતે આવતા હોય છે.

શ્રદ્ધાળુઓનો ધસારો: પોતાના સ્વજન જે તિથિએ સ્વર્ગસ્થ થયા હોય એ તિથિએ આ તીર્થધામમાં આવી પોતાના ગોર પાસે શ્રાદ્ધની વિધિ શ્રદ્ધાપૂર્વક કરાવતાં હોય છે. હાલ શ્રાદ્ધપક્ષ-પિતૃપક્ષ ચાલી રહ્યો છે, ત્યારે પિંડદાન, પિતૃ તર્પણ, પિતૃ દોષ, નારાયણ બલી જેવા કર્મકાંડ કરાવવા અર્થે ચાંદોદ ખાતે શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તીર્થક્ષેત્ર ચાંદોદને સર્વ પિતૃ શ્રાદ્ધ માટે ગુજરાતનું એકમાત્ર નર્મદા કિનારાનું તીર્થ ધામ ગણવામાં આવે છે.

વડોદરા જિલ્લામાં ડભોઇ તાલુકાના તિર્થધામ ચાંદોદ ખાતે શ્રાધ્ધ પક્ષમાં પિતૃ તર્પણ વિધિ માટે મોટી સંખ્યામાં આવતાં શ્રદ્ધાળુઓ

પિતૃદોષનું કારણ: પિતૃદોષ ઘણા કારણોથી થાતો હોય છે. જેમ કે, પૂર્વજોનાં અંતિમ સંસ્કાર અને શ્રાદ્ધ ન કરવા, પૂર્વજોનું અપમાન કરવું, ઘરની સ્ત્રીઓનું સન્માન ન કરવું, પ્રાણીઓની હત્યા કરવી, વડીલોનું અપમાન કરવું, જન્મ કુંડળીમાં પિતૃદોષ હોવો જેવા કારણોનાં લીધે પિતૃદોષ થતો હોય છે. આ પિતૃ દોષથી મુક્તિ મેળવવા શ્રાદ્ધ પક્ષમાં વિશેષ વિધિ-વિધાન કરવામાં આવે છે.

પિતૃ દોષથી મુક્તિ કઈ રીતે મળે: ઈષ્ટ દેવ અને કુળદેવતાની દરરોજ પૂજા, શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ, ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ, અને નિયમિત હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી પણ પિતૃદોષથી મુક્તિ મેળવી શકાય છે અને ઈષ્ટદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થતી હોય છે, તેમજ દોષો ઓછા થાય છે. આ ઉપરાંત પિતૃ દોષથી મુક્તિ મેળવવા માટે મહામૃત્યુંજય મંત્રના જાપ સાથે ભગવાન શિવને અભિષેક કરવામાં આવે છે. ઘરની દક્ષિણ દિવાલ ઉપર તમારા સ્વર્ગસ્થ સંબંધીઓના ફોટા લગાવો અને દરરોજ તેમની પૂજા કરવાથી પણ પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. સાંજે પીપળાના ઝાડ પાસે દીવો પ્રગટાવો અને નાગ સ્તોત્ર, મહામૃત્યુંજય મંત્ર અથવા રુદ્રસૂક્ત અથવા પિતૃ સ્તોત્ર અને નવગ્રહ સ્તોત્રનો પાઠ કરવાથી પણ પિતૃ દોષથી શાંતિ મળે છે.

પિતૃદોષના કેટલાક સંકેતો: હિન્દુ સંપ્રદાયની માન્યતા મુજબ પિતૃ દોષ લાગ્યો છે તે કેટલાક સંકેતો અંગે કેટલીક માન્યતા રહેલી છે. જેવી કે તુલસીના પાન સુકાઈ જવા, ઘરના આંગણામાં પીપળો ઉગી નિકળવો, નોકરીમાં તકલીફ આવી, વારંવાર સ્વાસ્થ્ય બગડવું, તમને કોઈ સફળતા ન મળે જેવા અનેક કારણો છે જેને પિતૃદોષના સંકેત તરીકે માનવામાં આવે છે. પિતૃદોષનું નિવારણ પણ ચોક્કસપણે થઈ શકે છે. જેથી એવું માની નહીં લેવું કે, પિતૃદોષ છે એટલે આપણું સંપૂર્ણ કામ ખરાબ જ થવાનું છે. પરંતુ જાણકાર કર્મકાંડી વિદ્વાન બ્રાહ્મણ પાસે પિતૃદોષની વિધિ કરાવાથી પિતૃદોષનું નિવારણ થઈ શકે છે.

ધાર્મિક વિધિ કરાવી ધન્યતા: હાલ શ્રાદ્ધ પક્ષમાં વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના તીર્થધામ ચાંદોદ ખાતે પિતૃ તર્પણ અને પિતૃદોષને લગતી ધાર્મિક વિધિ કરાવવા અને પિતૃઓનાં શ્રાદ્ધની વિધિ માટે સમગ્ર ગુજરાત અને દેશ - વિદેશથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે અને પોતાની ધાર્મિક વિધિ કરાવી ધન્યતા પણ અનુભવી રહ્યાં છે.

  1. Vadodara Madhav Setu Bridge : નર્મદા નદી ઉપર સૌથી લાંબો બ્રિજ માધવસેતુ તૈયાર, જાણો શા માટે ખાસ આ બ્રિજ...
  2. Vadodara News: વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં ભાલોદરા ગામે શાળાની છત ધરાશાયી, સદનસીબે જાનહાની ટળી

ABOUT THE AUTHOR

...view details