વડોદરા:આણંદ ચારુસેટ યુનિવર્સિટીના (Charotar University of Science and Technology )બે પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ભારતનું પ્રથમ સબસ્ક્રીપશન આધારિત મીની સુપર કોમ્પ્યુટર (First mini computer )તૈયાર કર્યું છે. જેની મદદથી પી સી કે લેપટોપમાં એક જ ક્લિકથી સુપર કોમ્પ્યુટર કરી શકાશે. આઈ ટી એન્જીનીયરના આ બન્ને ભૂતપૂર્વ વિદ્યાર્થી અંકિત શાહ અને અભી સાવડિયાવાલાના અથાગ પ્રયત્નોથી આ શક્ય બન્યું છે. તેઓ એ પ્રથમ સબસ્ક્રીપશન આધારિત મીની સુપર કોમ્પ્યુટર તૈયાર કર્યું છે.
હવે સામાન્ય કોમ્પ્યુટર પણ બનશે એક ક્લિકથી સુપર કોમ્પ્યુટર - Achievements75
જો તમને કહેવામાં આવે કે તમારી પાસે સામાન્ય કોમ્પ્યુટર કે લેપટોપ છે જેને સુપર કોમ્પ્યુટરમાં રૂપાંતરિત કરી શકાય છે. શક્તિશાળી કોમ્પ્યુટરની કિંમત એટલી વધારે હોય છે કે મોટાભાગના વિદ્યાર્થીઓને સુપર કમ્પ્યુટર અથવા લેપટોપ આર્થિક રીતે પોષાય તેમ નથી હોતું. જો કે, વડોદરાના બે એન્જિનિયરોએ સામાન્ય લેપટોપને મિની સુપર કોમ્પ્યુટરમાં ફેરવવાનું (mini super computer)શક્ય બનાવ્યું છે.
સુપર કોમ્પ્યુટરમાં કઈ રીતે પરિવર્તીત -સામાન્ય રીતે આપડે સામાન્ય કોમ્પ્યુટર કે લેપટોપમાં આપણે વોટ્સએપનો ઉપયોગ કરીએ છીએ અને એક ક્લિકમાં લોગીન કરીયે છીએ તેવીજ રીતે Volvere vibeની વેબ સાઇટ કે એપ્લિકેશનના માધ્યમથી બેઝિક કોમ્પ્યુટર કે લેપટોપને વર્ચ્યુઅલ સુપર કોમ્પ્યુટર અકસેસ કરી શકાય છે. આ એક્સેસમાં એક સાથે બે સિસ્ટમનો ઉપાયોગ કરી શકાય છે. આ સિસ્ટમમાં બેઝિક કોમ્પ્યુટર વાપરવામાં આવે તો તેનો ચાર્જ ચૂકવવો પડશે. Vibe આધુનિક કમ્યુટીંગના જાદુ સાથે હાઈ એન્ડ સિસ્ટમની શક્તિ લાવે છે. 16 GB GPU સાથે 64GB રેમનું પાવર હાઉસ અને 2000mbps સુધી ઝડપ સાથે સુપરફાસ્ટ વરચુઅલ 5G ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકાય છે.
આ પણ વાંચોઃપાટણ રબારી સમાજ દ્વારા સામાજિક રિવાજો સુધારવા એક નવું કદમ
સામાન્ય માણસ પણ સુપર કોમ્પ્યુટર વાપરી શકશે -આ અંગે અંકિત શાહે જણાવ્યું હતું કે ડિઝાઈનર ,ડેવલોપર્સ ,ગેમર્સ અને ક્રિએટર્સ કોઈ પણ એડવાન્સ સ્કિલ શીખી શકે છે. પરંતુ તેમાં કારકિર્દી બનાવી શકતા નથી. જેનું મુખ્ય કારણ છે કે તેમણી પાસે પાવરફુલ કોમ્પ્યુટર અને ઝડપી ઈન્ટરનેટ જેવા ડિજિટલ રિસોર્સ ઉપલબ્ધ નથી. ભારતમાં 50 ટકાથી પણ વધારે લોકો છે જે ખુબજ મોંઘા કોમ્પ્યુટર વાપરી શકતા નથી સાથે ખૂબ હાઈ વર્જન સામે ઈન્ટરનેટ સ્પીડના કારણે રન કરવું ખુબજ મુશ્કેલ છે. તો મોટા સોફ્ટવેરને ચલાવવા માટે માત્ર સોફ્ટવેર ઇન્સ્ટોલ ના માધ્યમથી સુપર કોમ્પ્યુટર બનાવી શકાય છે જે લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. સાથે મહત્વની બાબત એ છે કે જેટલી વાર તમે ઉપયોગ લેશો તેટલાજ રૂપિયા આપવાના થશે જેથી સામાન્ય લોકો માટે આવનાર સમયમાં ખૂબ ફાયદો થશે.