સમગ્ર રાજ્યમાં રોગચાળાએ પોતાનો કહેર વર્તાવ્યો છે. ત્યારે આ કહેરમાંથી વડોદરા શહેર પણ બાકાત રહ્યું નથી. વડોદરા શહેરમાં છેલ્લા 15 દિવસમાં ડેન્ગ્યુના કુલ દર્દીઓની સંખ્યા 211 ઉપર પહોંચ્યો છે.
શહેરમાં ડેન્ગ્યુ કેસમાં વધારો 11 નવા કેસ સામે આવ્યા
વડોદરા : શહેરમાં ડેન્ગ્યુ કેસમાં વધારો જોવા મળ્યો હતો. ડેન્ગ્યુના કુલ દર્દીઓની સંખ્યા 211 ઉપર પહોંચી હતી.તેમજ 11 નવા કેસ સામે આવ્યા હતા. જેને કારણે હોસ્પિટલમાં ભારે ધસારો જોવા મળી રહ્યો હતો.
વડોદરામાં અલગ-અલગ વિસ્તારમાં રોગચાળાએ માથું ઉચક્યું છે. આ વર્ષે જાન્યુઆરી મહિનાથી ઓક્ટોબર મહિના સુધી 441 પૉઝિટિવ કેસ નોધાયા છે. જ્યારે ગત 15 દિવસમાં 200 જેટલા પૉઝિટિવ કેસ સામે આવ્યા હતા. જો કે, ડેન્ગ્યુના દર્દીઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેને લઇને કોર્પોરેશન વિભાગે શહેરમાં ફોગીંગ, દવાનો છંટકાવ અને લોહીની તપાસ કરી રહ્યું છે. શહેરના વિભિન્ન વિસ્તારોમાં રોગચાળાને લગતા હોર્ડિંગ્સ અને બોર્ડ પણ લગાવાયા છે.જો કે, શહેરમાં રોગચાળો અને ડેન્ગ્યુના કારણે દવાખાનાઓ હાલ દર્દીઓથી ઉભરાઈ ગયેલા જોવા મળ્યા હતા.