ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં ડેન્ગ્યુનો કાળો કહેર, 500થી વધુ કેસ નોંધાયા - વડોદરામાં ડેન્ગ્યુના કેસમાં થયો વધારો

વડોદરા: શહેરમાં ડેન્ગ્યુનો કાળો કહેર વર્તાઈ રહ્યો છે. દિવસેને દિવસે ડેન્ગ્યુના કેસમાં વધારો થઇ રહ્યો છે. જેમાં લોકોના મોત થઈ રહ્યા હોવાના પણ અહેવાલો સામે આવ્યા છે. આ વર્ષે ડેન્ગ્યુના કેસમાં ગત વર્ષની સરખાણીએ વધારો થયો છે. જેથી આરોગ્ય તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યાં છે, ત્યારે આરોગ્ય પોતાના તરફથી પૂરતા પ્રયત્ન કરી રહ્યું હોવાનું જણાવી રહ્યું છે.

વડોદરામાં ડેન્ગ્યુનો કાળો કહેર, 500થી વધુ ડેન્ગ્યુના કેસ નોંધાયા

By

Published : Nov 19, 2019, 8:31 PM IST

રાજ્યભરમાં ડેન્ગ્યુ રોગચાળાએ ફરી એકવાર માથું ઉચક્યું છે. વડોદરામાં ડેન્ગ્યુ ભયંકર રીતે વકરી રહ્યો છે. વડોદરા શહેરમાં અત્યાર સુધી 894માં ડેન્ગ્યુના પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાં 3 લોકોના મોત થયા છે. જેથી આરોગ્ય તંત્રની કામગીરી લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા પાંચ વર્ષની સરખામણીએ વડોદરામાં શહેરમાં ડેન્ગ્યુના કેસમાં વધારો નોંધાયો છે. જેથી આરોગ્ય વિભાગ આરોગ્યલક્ષી કામગીરીને સતર્ક થયું છે.

વડોદરામાં ડેન્ગ્યુનો કાળો કહેર, 500થી વધુ ડેન્ગ્યુના કેસ નોંધાયા

છેલ્લા 5 વર્ષમાં નોંધાયેલાં ડેન્ગ્યુના પોઝિટીવ કેસની માહિતી

  • વર્ષ 2015 ડેન્ગ્યુ 308 પોઝિટિવ
  • વર્ષ 2016 ડેન્ગ્યુ 1514 પોઝિટિવ
  • વર્ષ 2017 ડેન્ગ્યુ 507 પોઝિટિવ
  • વર્ષ 2018 ડેન્ગ્યુ 668 પોઝીટીવ
  • વર્ષ 2019 ડેન્ગ્યુ 894 પોઝીટીવ

2016 બાદ 2019માં ડેન્ગ્યુના કેસમાં વધારો થયો છે. જે અંગે વડોદરા કોર્પોરેશનના આરોગ્ય અધિકારીએ ઈ.ટીવી ભારત સાથે વાતચીત હતી. જેમાં તેમણે ડેન્ગ્યુ નામના જીવલેણ રાગોચાળાને નાથવા સજાગતા અને સતર્કતા જાળવવા જણાવ્યું હતું. તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ અંગેની જાણકારી આપી હતી.

ABOUT THE AUTHOR

...view details