ગુજરાત

gujarat

ETV Bharat / state

વાળોત્રામાં 400થી વધુ લોકો ડેન્ગ્યુનો શિકાર છતાં તંત્રના પોકળ દાવા - Porbandar in-charge health officer

પોરબંદર : વાળોત્રા ગામમાં ડેન્ગ્યુએ કહેર વરસાવ્યો છે. ત્યારે સરકારી હોસ્પિટલમાં દર્દીઓને સુવિધાઓ પ્રાપ્ત ન થતા પ્રાઇવેટ હોસ્પિટલનો સહારો લેવો પડ્યો હતો. સરપંચના જણાવ્યા અનુસાર 400 જેટલા લોકોને ડેન્ગ્યુની અસર વર્તાય રહી છે. પરંતુ તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.

etv bharat

By

Published : Oct 21, 2019, 8:35 PM IST

રાજ્ય સહિત ડેન્ગ્યુએ કહેર વરસાવ્યો છે. ત્યારે પોરબંદરના વાળોત્રા ગામમાં ઘરે-ઘરે લોકો ડેન્ગ્યુનો શિકાર બન્યા છે. આ ગામની મુલાકાત ETV ભારતની ટીમે રવિવારના રોજ કરી હતી. જ્યારે આજે ઇન્ચાર્જ આરોગ્ય અધિકારીને મળતા તેઓએ જણાવ્યું હતું કે, પોરબંદર જિલ્લાના વડોત્રા ગામમાં એક પણ પોઝિટિવ કેસ નથી. આ ઉપરાંત તારીખ 10 થી ઘરે ઘરે તપાસ કરવામાં આવી હતી. અને ફોગીંગ પણ કરવામાં આવ્યું હતું. જેમાં 646 ઘરમાં તપાસ કરવામાં આવી હતી. જ્યારે પોરબંદર જિલ્લામાં કુલ 79 કેસની તપાસ કરાઈ હતી. જેમાં 14 પોઝિટિવ જણાયા હતા.

વાળોત્રા ગામમાં ડેન્ગ્યુનો ડંખ: જુઓ શુ કહે છે તંત્ર

ડેન્ગ્યુ માટે ખાસ એલિસા ટેસ્ટ કરાવવું ખૂબ મહત્વપૂર્ણ છે. આ ટેસ્ટ સરકારી હોસ્પિટલમાં થાય છે.તેમજ પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈને ખોટા ખર્ચ ન કરવા પણ જણાવ્યું હતું. જો આ એલિસા ટેસ્ટ પોઝિટિવ આવે તો ડેન્ગ્યુ પોઝિટિવ કહી શકાય. પરંતુ વાળોત્રા ગામના ઉપસરપંચના જણાવ્યા અનુસાર સરકારી હોસ્પિટલની સુવિધામાં વધારો કરવામાં આવે તો દર્દીઓને પ્રાઇવેટ હોસ્પિટલનો સહારો ન લેવો પડે. તેમજ આ ડેન્ગ્યુના કહેરને અટકાવી શકાય.

ABOUT THE AUTHOR

...view details