વડોદરાઃ મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગમાં છેલ્લા ઘણાં વર્ષોથી હંગામી કર્મચારી તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. આરોગ્ય વિભાગના કર્મચારીઓએ આક્ષેપ કર્યા હતાં કે, પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા જે કાયમી ભરતી માટે પરીક્ષા લેવામાં આવી છે, તેમાં છેલ્લાં ઘણાં વર્ષોથી કામ કરતાં કર્મચારીઓને અન્યાય થયો છે.
આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા હંગામી કર્મચારીઓને કાયમી કરવાની માગ
વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા હંગામી કર્મચારીઓને કાયમી કરવાની માગ સાથે મોરચા સ્વરૂપે મ્યુનિસિપલ કમિશ્નર નલિન ઉપાધ્યાયને રજૂઆત કરવામાં આવી હતી.
આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતાં હંગામી કર્મચારીઓએ કાયમી કરવાની માગ
અન્ય શહેરોમાં હંગામી ફરજ બજાવતાં કર્મચારીઓને પ્રાધાન્ય આપવામાં આવે છે, ત્યારે વડોદરા શહેરમાં પણ વર્ષોથી કામ કરતાં કર્મચારીઓને પ્રાધાન્ય આપવામાં આવે અને કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. જો માગણી સ્વીકારવામાં નહીં આવે તો હળતાળ પર ઉતરી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.