ગુજરાત

gujarat

ETV Bharat / state

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી હાર્દિક પંડ્યાના પિતાનું નિધન - ક્રિકેટર હાર્દિક પંડ્યાના પિતાનું નિધન

ટીમ ઇન્ડિયાના સ્ટાર ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાએ કાર્ડિયક એરેસ્ટને કારણે આજે (શનિવાર) સવારે પોતાના પિતાને ગુમાવ્યા છે.

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી હાર્દિક પંડ્યાના પિતાનું મોત
ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી હાર્દિક પંડ્યાના પિતાનું મોત

By

Published : Jan 16, 2021, 10:51 AM IST

વડોદરાઃ ભારતીય ક્રિકેટર હાર્દિક અને કુણાલ પંડ્યાના પિતાનું હૃદય રોગના હુમલાથી મોત થયું છે. હાર્દિક પંડ્યા આજે (શનિવાર) તેમની અંતિમવિધિ કરવા માટે બપોરના વડીવાડી ખાતે પહોંચશે.

ક્રિકેટર પંડ્યાના પિતા હિમાંશુભાઈ પંડ્યાનું નિધન

ભારતીય ક્રિકેટ ટીમના ઑલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના પિતાનું આજે વહેલી સવારે વડોદરામાં નિધન થયું હતું. હૃદયરોગના હુમલાથી પંડ્યા બંધુના પિતા હિમાંશુભાઈ પંડ્યાનું નિધન થયું હતું. કુણાલ પંડ્યા સૈયદ મુસ્તાક અલી ટી-20 ટૂર્નામેન્ટ છોડીને રવાના થયો છે. જ્યારે હાર્દિક 12:30 કલાકે ફ્લાઈટમાં મુંબઈથી આવશે.

નાનપણથી પંડ્યા બંધુઓને ક્રિકેટમાં રસ હતો

ક્રિકેટર પંડ્યા બંધુના પિતા સુરતમાં ફાઇનાન્સનો વેપાર કરતા હતા. જે બાદ તેઓ વડોદરા ખાતે ભાડાના મકાનમાં પરિવાર સાથે રહેવા માટે આવ્યા હતા. નાનપણથી જ હાર્દિક અને કુણાલને ક્રિકેટમાં ખૂબ રસ હતો. જેને લઈને પિતાએ તેમને ક્રિકેટ એકેડેમીમાં એડમિશન અપાવ્યું હતું. હાર્દિક અને કુણાલની આઈપીએલમાં પસંદગી બાદ પરિવારનું જીવન બદલાયું હતું. હાર્દિકનો આઈપીએલમાં શાનદાર પસંદગી બાદ ભારતીય ટીમમાં પણ તેને જગ્યા બનાવી હતી. ક્રિકેટર પંડ્યા બંધુઓના પિતાનું હૃદયરોગના હુમલાથી નિધન થતા 3:30 કલાકે વડીવાડી સ્મશાનગૃહ ખાતે તેમનું અંતિમ ક્રિયા કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details