ગુજરાત

gujarat

ETV Bharat / state

લિફ્ટમાં યુવાનનું માથું ફસાતા મોત, ઘટના CCTVમાં કેદ - Wholesale named Fruit

વડોદરામાં દુકાનમાં કામ કરતા કર્મચારીનું લિફ્ટમાં માથું ફસાઈ જતા મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. નવાપુરા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

વડોદરા
વડોદરા

By

Published : Feb 27, 2021, 10:12 PM IST

  • યુવાનનું માથું લિફ્ટમાં ફસાઈ જતા મોત
  • સમગ્ર ઘટના CCTVમાં કેદ
  • નવાપુરા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી

વડોદરાઃખંડેરાવ માર્કેટ પાસે આવેલી આર આર ફ્રુટ નામની હોલસેલની દુકાનમાં કામ કરતા કર્મચારીનું લિફ્ટમાં માથું ફસાઈ જતા મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ થતાં પરિવારજનો પહોંચ્યા હતા. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. નવાપુરા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

ફ્રુટની દુકાનમાં કામ કરતા કર્મચારીનું લિફ્ટમાં માથું ફસાતા મોત

યુવાનનું નામ કાન્હા ભરવાડ હતુ. 15 દિવસ પહેલાં જ ફ્રુટની દુકાનમાં નોકરી પર લાગ્યો હતો. લિફ્ટમાં માથું આવી જતા મોત નિપજ્યું હતુ. આ ઘટના દુકાનના માલિકે જોતા દુકાનના માલિક સ્તબ્ધ થઈ ગયા હતા. બીજી બાજુ કાન્હા ભરવાડમાં પરિવારજનો દુકાન પર દોડી આવ્યા હતા અને આ બનાવની જાણ નવાપુરા પોલીસને કરતા નવાપુરા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details