મળતી માહિતી મુજબ, પ્લેટફોર્મ નંબર-6 પાસેની દીવાલની પાળી પરથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ જોતા અજાણ્યા યુવકની હત્યા કરાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. જો કે, મૃતદેહને માથાના ભાગે કોઈ બોથડ પર્દાથ વડે ઘા કરાયો હોવાનું પ્રાથમિક તબક્કે જણાઈ આવ્યું હતું.
રેલવે સ્ટેશનની પાળી પરથી મૃતદેહ મળી આવ્યો, હત્યાની આશંકા - Dead body
વડોદરા: શહેરના રેલવે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નંબર-6 પાસેની દિવાલની પાળી પરથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ જોતા યુવકની હત્યા કરાઇ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે.
વડોદરા
જો કે, દીવાલ પર માથું અથડાયું હોવાથી દીવાલ પર લોહીના ડાધા પણ મળી આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાની સાથે જ વડોદરા રેલવે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારબાદ મૃતદેહનો કબજો કરી પોસ્ટમોર્ટમ અર્થે શહેરની એસ એસ જી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને પગલે પોલિસે વધુ તપાસ હાથ ધરી હતી.