- સયાજી હોસ્પિટલમાં કામ કરતા કોરોના વોરિયર્સનું મોત
- દયારામ વસાવા કોવિડ સેન્ટર ખાતે ફરજ બજાવતા હતા
- નસિંગ અસિસ્ટન્સ તરીકે બજાવતા હતા ફરજ
વડોદરાઃ મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં ફરજ બજાવતા બ્રધર દયારામ વસાવાનું કોરોનાના કારણે મૃત્યુ નિપજતા સયાજી હોસ્પિટલના કોરોના વોરિયર્સમાં શોકની લાગણી પ્રસરી છે.
કોવિડ સેન્ટર ખાતે ફરજ બજાવતા હતા
દયારામ વસાવા મેલ નર્સિંગ આસિસ્ટન્ટ તરીકે સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા અને તેમને સરકાર તરફથી સૂચન મળતાં તેમને અમદાવાદમાં કોવિડ કેર સેન્ટરમાં ફરજ બજાવી ફરી વડોદરામાં કોવિડ કેર સેન્ટરમાં ફરજ બજાવી રહ્યા હતા. આ દરમિયાન તેમનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર માટે હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા. જે દરમિયાન અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડતા તેમને સયાજી હોસ્પિટલ ખાતે 108 મારફતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ SSG હોસ્પિટલ ખાતે પહોંચે તે પહેલા જ તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટનાને લઇને હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા તેમના પત્ની તેમજ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.