ગુજરાત

gujarat

ETV Bharat / state

Dabhoi News: હબીપુરા નોબલ સ્કૂલમાં વિદ્યાર્થીને વીજકરંટ લાગતા I.C.U.માં સારવાર હેઠળ, શાળાના સંચાલકો પાસે નથી કોઈ જવાબ - ICU after being electrocuted

ડભોઇ પાસે મોટા હબીપુરા ગામે આવેલ શાળાનાં પરિસરમાં આજરોજ સાતમાં ધોરણમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને વીજ કરંટ લાગતાં હોબાળો મચી જવા પામ્યો હતો. આમ, શાળાના પરિસરમાં જ નાના બાળકને વીજ કરંટ લાગવાની દુર્ઘટના બનતા વાલીઓ પણ ચિંતાતુર બન્યા હતા.

નોબલ સ્કૂલમાં વિદ્યાર્થીને વીજકરંટ લાગતા આઇ.સી.યુ.માં સારવાર હેઠળ
નોબલ સ્કૂલમાં વિદ્યાર્થીને વીજકરંટ લાગતા આઇ.સી.યુ.માં સારવાર હેઠળ

By ETV Bharat Gujarati Team

Published : Sep 22, 2023, 10:56 AM IST

નોબલ સ્કૂલમાં વિદ્યાર્થીને વીજકરંટ લાગતા આઇ.સી.યુ.માં સારવાર હેઠળ

વડોદરા: ડભોઈથી નજીક મોટા હબીપુરા ગામે કાર્યરત નોબલ પબ્લિક સ્કૂલમાં સાતમા ધોરણમાં અભ્યાસ કરતા વિધાર્થીને કરંટ લાગ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં બોરીયાદ ગામના કાર્તિક દિપક કુમાર પરમાર જેમની ઉંમર 12 વર્ષ છે તેમને કરંટ લાગ્યો હતો. શાળાના પરિસરમાં વીજ કરંટ લાગતા હોબાળો મચી જવા પામ્યો હતો. હાલ તો વિદ્યાર્થીને ડભોઈની પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયો છે.

"મારા બાળકને વીજ કરંટ લાગ્યો હોવાની સૌપ્રથમ જાણ વાહન ચાલકે કરી હતી. પરંતુ શાળામાંથી મારી ઉપર કોઈપણ પ્રકારની જાણ કરતો સંદેશો આવ્યો ન હતો. પરંતુ વાહનચાલક દ્વારા મને જાણ થતા હું તત્કાળ ડભોઇની પ્રમુખસ્વામી હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. ત્યાં આવ્યા પછી મને જાણવા મળ્યું હતું કે, મારા બાળકને શાળાનાં પરિસરમાં જ વીજ કરંટ લાગ્યો હતો. આમ આ ઘટનામાં શાળા સંચાલકની ગંભીર બેદરકારી છે. હાલ મારા બાળકને આઇસીયુમાં સારવાર આપવામાં આવી રહી છે. આમ શાળાની નિષ્કાળજીના કારણે મારા બાળકને વીજ કરંટ લાગ્યો હતો."--દિપકભાઈ (વીજ કરંટ લાગનાર બાળકના પિતા)

વાલીઓએ ઘેરાવો કર્યો:ડભોઇની નોબલ પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીને વીજ કરંટ લાગતાં શાળાના કર્મચારીઓ બાળકને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. ત્યારે ત્યાં ઉપસ્થિત વાલી અને અન્ય લોકોએ કર્મચારી અને સંચાલકને આકરા સવાલો પૂછ્યા હતા. જેનો જવાબ શાળાના વ્યવસ્થાપકો આપી શક્યા ન હતા અને કોઈ જવાબદારી લીધી ન હતી. પરિણામે હોસ્પિટલના કમ્પાઉન્ડમાં જ નોબલ પબ્લિક સ્કૂલના સંચાલક અહેમદ માધવાણીનો ઉપસ્થિત વાલીઓએ ઘેરાવો કર્યો હતો અને મોટો હોબાળો મચાવ્યો હતો.

"બાળકને કરંટ લાગ્યો પરંતુ હાલ તેની સ્થિતિ સારી છે. બાળકને પ્રમુખસ્વામી હોસ્પિટલમાં આઈસીયુ માં રાખવામાં આવેલ છે."-- અહેમદ માધવાણી (સંચાલક )

શાળાના સંચાલકે પત્રકારોથી અંતર બનાવ્યું: આ સમગ્ર ઘટના સામે આવતા નગરનાં જાગૃત પત્રકારોએ શાળાના સંચાલક એ.એ.માધવાણીનો રૂબરૂમાં અને ટેલીફોનીક સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેમને પત્રકારોના સવાલોના જવાબો આપવાનું ટાળ્યું હતું. મીડિયા સમક્ષ અંતર જાળવ્યું હતું. શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીને વીજ કરંટ લાગવાની ઘટના સામે આવતા બીજા વિદ્યાર્થીઓનાં વાલીઓમાં પણ ગભરાટ ફેલાયો હતો. સમગ્ર ઘટનાથી વાલીઓ પણ પોતાના બાળકો બાબતે ચિંતાતુર બન્યા હતા. વીજ કરંટ લાગનાર વિદ્યાર્થીનાં વાલી પણ કાયદેસરની કાનૂની કાર્યવાહી કરે છે કે નહીં તે હવે જોવું રહ્યું.

  1. Vadodara News: વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં ભાલોદરા ગામે શાળાની છત ધરાશાયી, સદનસીબે જાનહાની ટળી
  2. Vadodara SOG caught suspected chemical : વડોદરા SOGએ દરોડો પાડી 1000 કિલો શંકાસ્પદ કેમિકલ સાથે એકની ધરપકડ કરી

ABOUT THE AUTHOR

...view details