વડોદરા : ડભોઇ તાલુકાના પીસાઈ ગામે 22 વર્ષીય પરિણીતાએ સાસરિયાઓના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. પીસાઈ ગામે આવેલા એક પટેલ ખેડૂતના ખેતરમાં કુવાવાળી ઓરડીમાં રહી ખેતી કામની મજૂરી કરી રહ્યું હતું. આ પરિવારની એક 22 વર્ષીય દીકરીએ તેના સાસરીયાઓ મહેણા ટોણા મારી માનસિક રીતે હેરાન પરેશાન કરતા હતા. આ 22 વર્ષીય પરણીતા કોઈક કારણોસર બીમાર થતાં સારવાર અર્થે પોતાના પિતાના ઘરે થોડો સમય રહી હતી. આ પરિણિતાને સંતાનમાં એક દીકરો પણ હતો. આ પરણિતા સારવાર બાદ સારું લાગતા પોતાના સાસરિયાઓ જેઓ હાલ શિનોર તાલુકાના અંબાલી ગામે રહી ખેતીકામ કરતા હતા તેઓની સાથે રહેવા જતી રહી હતી.
સાસરીમાં ગયા બાદ પરિણિતાને ત્રાસ :આ પરિણિતા થોડોક સમય પોતાના પિયરમાં રહી પોતાના સાસરિયાઓ સાથે પોતાના દીકરા સાથે રહેવા ગઈ હતી. પરંતુ પરણીતાના પતિ અને તેના સાસુ-સસરા ભેગા મળી પરિણિતાને સહન ના થાય તેવા અપશબ્દો કહેતા અને મહેણા- ટોણા મારતા અને આ રીતે માનસિક ત્રાસ આપતા હતા. જેથી તે માનસિક રીતે પડી ભાંગી હતી. જેને લઈને તારીખ 27મી જાન્યુઆરીએ 2023ના રોજ પીસાઈ ગામે ખેતરે રહેતા પોતાના મા બાપને ત્યાં તક મળતા જ જીવન ટૂંકાવ્યું હતું.
એકલતા મળતા જ મૃત્યુને વહાલું કર્યું :છેલ્લા કેટલાક દિવસથી આ પરિણીતા પોતાના પિતાના ઘરે રહેતી હતી. પરંતુ તારીખ 27મી જાન્યુઆરીએ 2023ના રોજ તેના પિતા અને કુટુંબના અન્ય લોકો ખેતીકામમાં ગયા હતા, ત્યારે આ પરણીતાએ આત્મહત્યા કરી લીધી હતી.