વડોદરાદેવ ધન્વંતરિ ભગવાન વિષ્ણુના અંશાવતાર છે. ધન્વંતરિને દેવ સ્થાનમળે એટલા માટે વિષ્ણુએ વરદાન આપ્યું હતું. દ્વાપર યુગમાં બીજો જન્મ લેવો પડ્યો હતો. ધન્વંતરિએ મોટા થઈને ઋષિ ભારદ્વાજ પાસેથી આયુર્વેદ વિદ્યા ગ્રહણ કરી અને ઘણી બધી આયુર્વેદિક દવાઓ બનાવી હતી. આયુર્વેદાચાર્ય તરીકે ખ્યાતિ મેળવી હતી. વડોદરામાં આવેલ આયુર્વેદપ્રગતિ મંડળ સંચાલિત ડી.એમ.નારિયાવાળા આયુર્વેદિક હોસ્પિટલ ડભોઈ ખાતે પૂજાનું (Dhanwantari Poojan Program)આયોજન કરવામાં આવ્યું હતું.
ડભોઈ આયુર્વેદ પ્રગતિ મંડળ દ્વારા ધનવંતરી પૂજન કાર્યક્રમ યોજાયો - Ayurveda Vidya
વડોદરામાં ડભોઈ વિભાગ આયુર્વેદ પ્રગતિ મંડળ દ્રારા ધનતેરસે ધનવંતરી પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં (Dhanwantari Poojan Program)આવ્યું હતું. ડભોઈનગર અને તાલુકાનાં નાગરિકોનું સ્વાસ્થ્ય સારું અને તંદુરસ્ત રહે તેવા શુભ આશયથી આ ધાર્મિક પૂજા સંપન્ન કરી હતી.આ સમગ્ર કાર્યક્રમમાં નગરજનો પણ મોટી સંખ્યામાં હાજર રહયાં હતાં.
ધન્વંતરિની પૂજા કેમધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરિની પૂજા કરવામાં આવે છે. પુરાણોમાં ધન્વંતરિને પણ દેવતા માનવામાં આવ્યા છે, અને પુરાણો અનુસાર ધન્વંતરિ આયુર્વેદના દેવતા છે. તેમની પૂજા કરવાથી માણસનું સ્વાસ્થ્ય સારું બન્યું રહે છે, અને રોગોથી રક્ષણ થાય છે. શાસ્ત્રોમાં ધન્વંતરિના બે જન્મોનું વર્ણન કરવામાં આવ્યું છે, તેમનેશ્રી હરિ વિષ્ણુના પ્રથમ અંશ પણ માનવામાં આવે છે. ત્યારે આયુર્વેદ પ્રગતિ મંડળ સંચાલિત ડી.એમ.નારિયાવાળા આયુર્વેદિક હોસ્પિટલ ડભોઈ ખાતે પૂજાનું આયોજન (Dhanwantari Poojan Program) કરવામાં આવ્યું હતું.
ધનવંતરી પૂજન કાર્યક્રમડભોઈ નગર અને તાલુકામાં કાર્યરત ડભોઈ વિભાગ આયુર્વેદ પ્રગતિ મંડળ સંચાલિત ડી.એમ.નારિયાવાળા આયુર્વેદિક હોસ્પિટલ ડભોઈ ખાતે ટ્રસ્ટી મંડળના પ્રમુખ નિરંજન વૈધ, ઉપપ્રમુખ એમ.કે.શાહની પ્રેરણા, શુભેચ્છાઓ અને સહકારથી મુખ્યમંત્રી ગોપાલ એસ. શાહ ( તણખલાવાળા), સહમંત્રી કાન્તિ સી. સોલંકીની, અરવિંદ બી. પટેલ, પૂર્ણિમા દવે વગેરે હોદ્દેદારોની ઉપસ્થિતિમાં સહમંત્રી બાબુ જે. શાહ ઉર્ફે છેલા બાબુએ પંડિતની હાજરીમાં પૂજાવિધિમાં બેસી ભગવાન ધનવંતરીની પૂજા કરી હતી. ડભોઈનગર અને તાલુકાનાં નાગરિકોનું સ્વાસ્થ્ય સારું અને તંદુરસ્ત રહે તેવા શુભ આશયથી આ ધાર્મિક પૂજા સંપન્ન કરી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં નગરજનો પણ મોટી સંખ્યામાં હાજર રહયાં હતાં.