ગુજરાત

gujarat

ETV Bharat / state

ડભોઈ તાલુકાનાં ચનવાડા ગામે થયેલ હત્યાનાગુનામાં આરોપીને આજીવન કેદની સજા ફટકારતી ડભોઇ ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટ - Crime murder

ડભોઇ ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટએ ચનવાડા ગામે 2021ના વર્ષમાં થયેલ હત્યાના ગુનામાં આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી. આ સજા ફટકારતો મહત્વપૂર્ણ ચુકાદો સેશન કોર્ટના વિદ્વાન ન્યાયાધીશ એચ.જી.વાઘેલા દ્વારા આપવામાં આવ્યો છે.

ડભોઈ તાલુકાનાં ચનવાડા ગામે થયેલ હત્યાનાગુનામાં આરોપીને આજીવન કેદની સજા ફટકારતી ડભોઇ ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટ
ડભોઈ તાલુકાનાં ચનવાડા ગામે થયેલ હત્યાનાગુનામાં આરોપીને આજીવન કેદની સજા ફટકારતી ડભોઇ ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટ

By

Published : May 20, 2023, 10:57 AM IST

ડભોઈ તાલુકાનાં ચનવાડા ગામે થયેલ હત્યાનાગુનામાં આરોપીને આજીવન કેદની સજા ફટકારતી ડભોઇ ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટ

ડભોઇતાલુકાના ચનવાડા ગામે સલાડ ફરિયામાં માતા સાથે આડા સંબંધ હોવાનો વહેમ રાખી હત્યા કરનાર હત્યારા પુત્રને કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારાઈ છે. આરોપી રમેશ ઉર્ફે પૂઈપૂઈ પ્રહલાદભાઈ વસાવાએ તેમના ફળિયામાં જ રહેતા મહેશભાઈ ઉર્ફે નાનીયો શિવા તડવીની 2021 માં હત્યા કરી હતી. જે અંગે ડભોઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. આરોપીની ધરપકડ પણ કરવામાં આવી હતી.

દાખલારૂપ સજા કરવામાં આવી: આ સમગ્ર હત્યાની ઘટના અંગેના કેસમાં સામેલ આરોપીને સમાજમાં દાખલારૂપ સજા થાય તે માટે સરકારી વકીલ હિરેન ચૌહાણ દ્વારા કોર્ટમાં જરૂરી આધાર પુરાવાઓ, સાક્ષીઓ રજૂ કરી ધારદાર દલીલો કરવામાં આવી હતી. દલીલોને ધ્યાને લઈ સજા કોર્ટ સજા ફટકારાઈઆ કેસમાં ડભોઇના એડિશનલ એન્ડ ડિસ્ટ્રિક્ટ સેશન જજ એચ.જી.વાઘેલાની કોર્ટમાં આ કેસ ચાલી જતા પુરાવાઓ અને દલીલોને ધ્યાને લઈ ન્યાયાધીશ દ્રારા આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. સરકારી વકીલ એચ.બી.ચૌહાણની ધારદાર દલીલો અને પુરાવાને ધ્યાનમાં રાખીને કોર્ટે આ કેસમાં આજીવન કેદ તેમજ 5,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સમાજમાં દાખલારૂપ સજા કરવામાં આવી છે.

"આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે જરૂરી આધાર પુરાવાઓ કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા અને તે અંગે ધારદાર રજૂઆતો કરી હતી. કોર્ટે દાખલારૂપ સજા કરતા ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ થતાં અને કાયદો હાથમાં લઇ વર્તન કરનાર ઈસમોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે"-- એચ.બી.ચૌહાણ (સરકારી વકીલ)

શું હતો બનાવ: ડભોઇ તાલુકાના ચનવાડા ગામે સલાડ ફળિયામાં 2021 માં પોતાની માતા સાથે મૃતકને આડો સંબંધ છે. તેવો વહેમ રાખી આરોપી યુવાને તીક્ષ્ણ હથિયાર વડે માથાના ભાગે ઘા કરી મૃતક યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આરોપીએ પોતાના જ ઘરની નજીક ઓરસંગ નદીમાં જવાના પટ ઉપર મૃતદેહને ફેંકી દીધો હતો. આ વિસ્તારમાંથી મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. જો કે મૃતકના માસીના દીકરા દ્વારા ડભોઇ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધવામાં આવી હતી. સલાડ ફળિયામાં રહેતા મહેશભાઈ ઉર્ફે નાનીયો શીવાભાઈ તડવી ઉંમર વર્ષ 34નાઓ તેમના જ વિસ્તારમાં રહેતા ચંપાબેન પ્રહલાદભાઈ વસાવા નાઓ સાથે સંબંધો હતાં. મહેશભાઈના ચંપાબેન સાથે આડા સંબંધ હોવાથી ચંપાબેનનો પુત્ર રમેશભાઈ ઉર્ફે પૂઈપૂઈ પ્રહલાદભાઈ વસાવા નાઓએ રાત્રિના સમયે તેઓના ઘરે મહેશભાઈ આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details