ગુજરાત

gujarat

ETV Bharat / state

મધુ શ્રીવાસ્તવ હવે ભાજપની સાથે નહીં પણ સામે, નોંધાવી અપક્ષ ઉમેદવારી - મધુ શ્રીવાસ્તવ અપક્ષ

વડોદરાની વાઘોડિયા બેઠક પરથી મધુ શ્રીવાસ્તવે અપક્ષ (Gujarat Assembly Election 2022) ઉમેદવારી નોંધાવી હતી. તે દરમિયાન તેમણે કાર્યકર્તાઓને સંબોધન કરતા કહ્યું હતું કે, હજી આ બાહુબલી હજી જીવે છે એટલે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. આ સાથે જ તેમણે તેમના કાર્યકર્તાને હેરાન કરનારાને ગોળી મારવાની ધમકી (Dabang leader Madhu Srivastava) આપી હતી.

મધુ શ્રીવાસ્તવ હવે ભાજપની સાથે નહીં પણ સામે, નોંધાવી અપક્ષ ઉમેદવારી
મધુ શ્રીવાસ્તવ હવે ભાજપની સાથે નહીં પણ સામે, નોંધાવી અપક્ષ ઉમેદવારી

By

Published : Nov 18, 2022, 12:03 PM IST

વડોદરાશહેરની વાઘોડિયા બેઠક પર આ વખતે રસાકસીભર્યો જંગ જામશે. આ બેઠક પર ભાજપે મધુ શ્રીવાસ્તવની જગ્યાએ અશ્વિન પટેલને ટિકીટ આપી છે. ત્યારે પક્ષથી નારાજ મધુ શ્રીવાસ્તવે પક્ષની વિરુદ્ધ જઈને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. આટલેથી જ ન રોકાતા તેમણે કાર્યકર્તાઓને સંબોધન કરતા ધમકી પણ આપી હતી કે, કોઈ પણ વ્યક્તિ મારા કાર્યકર્તાની કોલર પકડશે તો તેમને ઘરે જઈને ગોળી મારી દઈશ.

શ્રીવાસ્તવનો હુંકાર મધુ શ્રીવાસ્તવે ગુરૂવારે અપક્ષઉમેદવારી (Gujarat Assembly Election 2022) નોંધાવી ખૂલ્લો હુંકાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ બાહુબલી હજી જીવે છે, કોઈ તમારો કોલર પણ પકડેને તો એના ઘરમાં જઈને ગોળી ન મારું તો હું મધુ શ્રીવાસ્તવએ Dabang leader Madhu Srivastava) એવું કહીને અપક્ષમાં ઉમેદવારીનોંધાવી છે. ભાજપથી છેડો ફાડ્યા બાદ મધુ શ્રીવાસ્તવે આજે વાઘોડિયા બેઠક ઉપરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી દીધી છે. મધુ શ્રીવાસ્તવે કાર્યકરોને સંબોધતાં જણાવ્યું કે, કોઈનાથી ડરતા નહીં, આ બાહુબલી હજી જીવે છે. કોઈ તમારો કોલર પણ પકડે ને તો તેના ઘરે જઈને ગોળી ન મારું તો મધુ શ્રીવાસ્તવ નહીં. જેને લડવું હોય એ મેદાનમાં આવી જાય. હિન્દુસ્તાન આઝાદ છે, કોઈ ધમકી આપતું હોય કે આ કરીશ, તે કરીશ તો હું છું, ડરવાની જરૂર નથી. હું જ્યારે મેદાનમાં નીકળ્યો હોઉને, તે તો ખેલાડી છું. આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. વાઘોડિયામાં ગેરકાયદે મકાનો છે એને કાયદેસર કરી આપીશ, એ મારું વચન છે.

ભાજપમાંથી રાજીનામુંભાજપે ટિકિટ ન આપતાં 4 દિવસ પહેલાં જ વાઘોડિયાના ભાજપના દબંગ નેતા મધુ શ્રીવાસ્તવે ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે મારી ટિકિટ કપાતાં મારા કાર્યકરો રોષે ભરાયા હતા, જેથી હું ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું

અશ્વિન પટેલને ટિકિટ વિવાદોમાં વાઘોડિયા બેઠકના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની (Dabang leader Madhu Srivastava) ટિકિટ કાપીને જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલને ટિકિટ આપવામાં આવતાં મધુ શ્રીવાસ્તવે ભાજપમાંથી રાજીનામું આપી દેતાં વાઘોડિયા સહિત જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. તેઓ રાજકારણની શરૂઆતથી જ વ્યવસાય અને નિવેદનોને લઈને વિવાદમાં રહ્યા છે, જે વિવાદ તેમનો હજુ પીછો છોડતો નથી. 1995માં વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા બાદ મધુ શ્રીવાસ્તવ ઉપર ભાજપે 2022ની વર્તમાન વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ કાપીને બ્રેક મારી છે, ત્યારે મધુ શ્રીવાસ્તવે પોતાનું આર્થિક અને રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે ભાજપમાંથી રાજીનામું આપીને અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે.

પિતા ભારતીય સેનામાંપિતા ભારતીય સેનામાં હતા. મધુ શ્રીવાસ્તવ Dabang leader Madhu Srivastava) મૂછ, દાઢી, ગળામાં સોનાની વજનદાર ચેઇન, વીંટીઓ અને માથા પર હેટને કારણે મધુ શ્રીવાસ્તવ બધા નેતાઓથી અલગ તરી આવે છે. તેઓ એસયુવી કારના પણ ભારે શોખીન છે. આ ઉપરાંત મધુ શ્રીવાસ્તવની છાપ 'દબંગ' અને 'બાહુબલી' નેતાની છે. મધુ શ્રીવાસ્તવના પિતા બાબુભાઈ શ્રીવાસ્તવ ભારતીય સેનામાં હતા. તેમનાં પત્ની સવિતાબહેન શ્રીવાસ્તવ તાલુકા તથા જિલ્લા પંચાયતની ચૂંટણી લડી ચૂક્યાં છે અને તેમની દીકરી પણ રાજકારણમાં સક્રિય છે.

બેસ્ટ બેકરીની ઘટના મધુ શ્રીવાસ્તવ 2002માં સર્જાયેલા ગોધરા સાબરમતી કાંડ દરમિયાન વડોદરાના ડભોઇ રોડ ઉપર હનુમાન ટેકરી વિસ્તારમાં બેસ્ટ બેકરીકાંડ સર્જાયો હતો. આ કાંડમાં શેખ પરિવારની 12 વ્યક્તિ સહિત 14 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ કેસમાં સંડોવાયેલા 17 આરોપીને વડોદરાની નીચલી કોર્ટમાં નિર્દોષ છોડાવ્યા હતા. એ સમયે મધુ શ્રીવાસ્તવ પર બેસ્ટ બેકરી કાંડની તાજની સાક્ષી ઝહીરા શેખ તેમજ અન્યને નિવેદનો બદલવા માટે ધમકી આપવાના તેઓ પર આક્ષેપો થયા હતા. જોકે આ કેસ મહારાષ્ટ્રની કોર્ટમાં ટ્રાન્સફર થયા બાદ તમામ આરોપીઓને આજીવન કેદની સજા થઇ હતી. આમ તેઓ બેસ્ટ બેકરીકાંડને લઇ લાઇમ લાઇટમાં આવ્યા હતા.

પુત્રએ રાજકારણમાંમધુ શ્રીવાસ્તવ પોતાના પુત્ર દીપક શ્રીવાસ્તવને ધારાસભ્ય બનાવવા માગતા હતા, આથી તેમણે વડોદરાના વોર્ડ નંબર-15માંથી પુત્ર દીપકને ટિકિટ અપાવવા માટે માગણી કરી હતી, પરંતુ ભાજપ દ્વારા વંશવાદનું બહાનું બતાવી ટિકિટ આપી ન હતી. અપક્ષ ફોર્મ ભરતાં 3 સંતાનોનું કારણ ધારણ કરીને ફોર્મ રદ કરાયું હતું. દરમિયાન પુત્ર દીપકને શૈલેષ મહેતા (સોટ્ટા)ની પેનલમાં ઊભો કરાવી કાઉન્સિલર તરીકે જિતાડી કોર્પોરેશનમાં મોકલ્યો હતો. જોકે એ બાદ તે ભાજપમાં આવી ગયો હતો. એક વખત કાઉન્સિલર બન્યા બાદ તે માત્ર સક્રિય કાર્યકર તરીકે ભાજપમાં કામ કરે છે.

અપક્ષ ચૂંટણી લડીને MLA1995માં પહેલીવાર અપક્ષ ચૂંટણી લડીને MLA બન્યા હતા. નિવેદનોથી પણ વિવાદોમાં રહ્યામધુ શ્રીવાસ્તવે એકવાર ધમકીના સ્વરમાં કહ્યું હતું કે જો અધિકારીઓ કામ ન કરે તો કહેજો, તેમને ચૌદમું રતન ન બતાડું તો મારું નામ મધુ શ્રીવાસ્તવ નહીં. અધિકારીઓને લઈને આ પ્રકારના નિવેદનને લઈને તેમની સામે વિરોધના સૂર પણ ઊઠ્યા હતા. અગાઉ સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન જનસભાને સંબોધવા દરમિયાન મધુ શ્રીવાસ્તવે એવો બફાટ કર્યો હતો કે પોલીસ અને કલેક્ટરને તો હું મારા ખિસ્સામાં રાખું છું.

રાજકારણ સાથે અભિનયક્ષેત્રે રાજકારણ સાથે અભિનયક્ષેત્રે પણ ઝંપલાવ્યું હતું. તેમણે વર્ષ-2014માં "ઠાકોરના બોલ જગમાં અનમોલ" અને વર્ષ-2016માં "લાયન ઓફ ગુજરાત" નામની બે ફિલ્મો બનાવી હતી, જેમાં તેમણે અભિનય કર્યો હતો. "લાયન ઓફ ગુજરાત"માં તેમના પુત્ર દીપક શ્રીવાસ્તવે પણ અભિનય કર્યો હતો. અને આ બંને ફિલ્મોનું શૂટિંગ વડોદરામાં કર્યું હતું. જોકે મધુ શ્રીવાસ્તવ અને દીપક શ્રીવાસ્તવે એ સમયે કહ્યું હતું કે અભિનયક્ષેત્ર અમારો શોખ છે.

આર્થિક રીતે તૈયાર મધુ શ્રીવાસ્તવ રાજકારણની સાથેસાથે રિયલ એસ્ટેટ, હોટલ તેમજ પેટ્રોલ પંપ જેવા વ્યવસાય સાથે સંકળાયેલા છે. ટ્રક ડ્રાઇવરથી લઇ ધારાસભ્ય અને અભિનેતા સુધીની સફર કરનારા મધુ શ્રીવાસ્તવે વાઘોડિયા બેઠક પર જમાવેલા કબજા પર ભાજપે ટિકિટ કાપીને તેમની રાજકીય કારકિર્દી ઉપર પૂર્ણ વિરામ મૂકવા પ્રયત્ન કર્યો છે. જોકે મધુ શ્રીવાસ્તવે પોતાનું આર્થિક રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે પણ વાઘોડિયા બેઠક ઉપરથી અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details