વડોદરામાં ડાક કર્મયોગી કાર્યક્રમમાં સંચાર પ્રધાને વાવાઝોડાને લઈને મહત્વનું નિવેદન આપ્યું વડોદરા : શહેરના હરણી પાસે આવેલા પોસ્ટલ ટ્રેનિંગ સેન્ટર ખાતે ભારત સરકારની મિશન ડાક કર્મયોગી પહેલ હેઠળ ઓનલાઈન તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ રાજ્ય સંચાર પ્રધાન દેવુસિંહ ચૌહાણ દ્વારા શરૂઆત કરવામાં આવી હતી. આ દરમિયાન રાજ્યમાં સર્જાયેલ બિપરજોય વાવાઝોડા અંગે મહત્વનું નિવેદન આપ્યું હતું.
એક પણ માનવ અને પશુ હાનિ ન થાય તે માટે સરકાર દ્વારા પૂર્વ તૈયારી કરવામાં આવી છે. ગુજરાતમાં સૌથી મોટો દરિયાકિનારો આવેલો છે. ગુજરાતના સંભવિત વિસ્તારોમાં હાલ રાજ્ય અને કેન્દ્રીય પ્રધાનોને જ્યાં જરૂરિયાત છે ત્યાં ખડે પગે છે. સાથે વહીવટી તંત્ર પણ ખૂબ મહેનત કરીને હાલમાં આ સ્થિતિને પહોંચી વળવા તૈયાર છે. - દેવુસિંહ ચૌહાણ (રાજ્ય સંચાર પ્રધાન)
તમામ તૈયારીઓ કરવામાં આવી છે :બિપરજોય વાવાઝોડું જે રીતે ધારણ કર્યું છે તેના કરતાં ગુજરાતને ઓછું નુકસાન થશે તેવી સ્થિતિ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે તમામ વ્યવસ્થા ગોઠવી છે. સંભવિત અસર પામનાર તમામ જિલ્લામાંથી અગમચેતીના ભાગરૂપે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. હેમ રેડિયો, ટેલિકોમ સુવિધા, ભોજન, પાણી, આરોગ્ય અને ટોર્ચના સેલ સુધીની વ્યવસ્થા સરકારે કરી છે. પ્રથમ વખત કોઈપણ ટેલિકોમ સુવિધાનો લાભ નાગરિકો લઈ શકશે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સેવાભાવી સંસ્થાઓ અને રાજ્ય સરકારના અધિકારીઓની મહેનતથી તૈયારીઓ કરવામાં આવી છે.
આફતમાંથી બહુ જલ્દી બહાર આવીશું :આ સમગ્ર વ્યવસ્થામાં જનભાગીદારીનો ખૂબ સહયોગ જરૂરી છે. જન પ્રતિનિધિ અને વહીવટી તંત્ર સાથે તમામ જિલ્લામાં માર્ગદર્શન હેઠળ પ્રત્યેક ગામમાં જવાબદારી અધિકારીઓ ઉપલબ્ધ છે. જામનગર જિલ્લામાં 0થી 10 ગામોમાં લો લાઈન એરીમાં કાચા મકાનોમાં રહેતા લોકોને સ્થળાંતર કર્યા છે. સાથે વિવિધ આશ્રયસ્થાન તૈયાર કરી જરૂરિયાતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. સદનસીબે આવનાર આ આફતમાંથી બહુ જ ઝડપથી બહાર આવી જઈશું.
- Cyclone Biparjoy: કચ્છમાં ખીદરત ટાપુ પર ફસાયેલા 3 લોકોને સુરક્ષિત બહાર લવાયા
- Cyclone Biparjoy: વાવઝોડાનાં ખતરાને દૂર કરવા શ્રદ્ધાળુઓ પહોંચ્યા મહાદેવના શરણે
- Cyclone Biparjoy: બચાવ કાર્ય માટે અમદાવાદથી આવી પહોંચી ફાયરની ટીમ, આધુનિક સાધનો સાથે તૈયાર