ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડના તીથલ દરિયા કિનારે મૃત ડોલ્ફિન દેખાતા કૂતુહલ સર્જાયું

વલસાડ જિલ્લાના દરિયાકાંઠે મૃત ડોલ્ફિન તણાઈ આવતા લોકોમાં કૂતુહલ જોવા મળ્યું હતું. આ અગાઉ પણ વલસાડના તિથલ દરિયા કિનારે કેટલીક ડોલ્ફીન મળી આવવાની ઘટનાઓ સામે આવી હતી. પરંતુ આજે એક મૃત 4 ફૂટ લાંબી ડોલ્ફીન તણાઇ આવતા લોકોમાં કૂતુહલ જોવા મળ્યું છે.

By

Published : Jan 29, 2021, 12:04 PM IST

મૃત ડોલ્ફિન
મૃત ડોલ્ફિન

  • તિથલ દરિયા કાંઠે ડોલ્ફિન તણાઇ આવી
  • ડોલ્ફિન 4 ફૂટ લાંબી છે
  • માછલીને જોઇ લોકોમાં કૂતુહલ જોવા મળ્યું

વલસાડ : વલસાડ જિલ્લાના જાણીતા તીથલ દરિયા કાંઠે દરિયામાં વસવાટ કરતી મૃત ડોલ્ફિન માછલી તણાઈ આવી હતી. જેને જોવા માટે આસપાસના લોકો ઉમટી પડ્યા હતા. 4 ફૂટ લાંબી આ માછલી મૃત હાલતમાં દરિયાના મોજા સાથે કિનારે આવી પહોંચી હતી. જેને લઇને લોકોમાં કૂતુહલ જોવા મળ્યું હતું.

મૃત ડોલ્ફિન

આગાઉ પણ ડોલ્ફિન માછલી કિનારે આવી ગઇ હતી

વલસાડ નજીકના દરિયાકાંઠા વિસ્તારના ગામોમાં આ અગાઉ પણ ડોલ્ફિન માછલી શિકારની શોધમાં આવી હોવાની ઘટનાઓ બનતી હોય છે. જેમાં ગત વર્ષે બે ડોલ્ફિન માછલી દરિયા કિનારે તણાઇ આવતા કેટલાક જીવ પ્રેમી યુવાનોએ આ માછલીને પરત દરિયામાં મોકલી આપી હતી. મહત્વનું છે કે, શિકારની શોધમાં આવી માછલીઓ દરિયા કિનારા વિસ્તારમાં આવી જાય છે અને સમુદ્રના મોજાની તપાસને લઈને તે કિનારા વિસ્તારમાં પહોંચી જતી હોય છે.

ABOUT THE AUTHOR

...view details