ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ પોલીસે ટોળાની અટકાયત કરી, મહિલાઓ દ્વારા પોલીસ પર આક્ષેપ

કોરોના મહામારી સામે લડવા માટે સરકાર દ્વારા જે ગાઇડ લાઇન જાહેર કરવામાં આવી છે તેનો વડોદરા શહેરમાં ભંગ થઇ રહ્યો છે. શહેરમાં મોડી રાત સુધી લારી-ગલ્લા ખુલ્લા રહે છે અને લોકટોળા એકત્ર થયેલા જોવા મળે છે. જે ટોળાને વિખેરવા ગયેલી પોલીસને લઈને નાસભાગ મચી હતી. જે અંતર્ગત વિસ્તારની મહિલાઓએ પોલીસ પર આક્ષેપ કર્યા હતા.

વડોદરા શહેરમાં સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ ટોળાની અટકાયત, મહિલાઓ દ્વારા પોલાસ પર આક્ષેપ
વડોદરા શહેરમાં સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ ટોળાની અટકાયત, મહિલાઓ દ્વારા પોલાસ પર આક્ષેપ

By

Published : Sep 12, 2020, 9:56 AM IST

વડોદરાઃ શહેરના ન્યાય મંદિર દૂધવાલા મહોલ્લા નજીક મોડી રાત સુધી ધમધમતા લારી ગલ્લા પર એકત્ર થયેલા ટોળાને વિખેરવા ગયેલી પોલીસને લઈને નાસભાગ મચી હતી. જે અંતર્ગત વિસ્તારની મહિલાઓએ પોલીસ પર આક્ષેપ કર્યા હતા.

કોરોના મહામારી સામે લડવા માટે સરકાર દ્વારા અનલૉક દરમિયાન ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી છે. પરંતુ આ ગાઇડ લાઇનનો ભંગ કરી અને વડોદરા શહેરના ન્યાયમંદિર દૂધવાળા મહોલ્લા નજીક મોડી રાત સુધી લારી-ગલ્લા ખુલ્લા રહે છે અને લોકટોળા મોડી રાત સુધી જામતા હોય છે.

વડોદરામાં સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ પોલીસે ટોળાની અટકાયત કરી, મહિલાઓ દ્વારા પોલીસ પર આક્ષેપ

જે બાબતને ધ્યાનમાં રાખી ન્યાય મંદિર દૂધવાલા મહોલ્લા નજીક એકત્ર થયેલા ટોળાને વિખેરવા તેમજ લારી-ગલ્લા બંધ કરવા પહોંચેલી પોલીસ અને ટપોરી વચ્ચે ઘર્ષણનો માહોલ સર્જાયા હતો. જેને લઈને વધુ પોલીસ ફોર્સને બોલાવી કાર્યવાહી કરતા નાસભાગના દશ્યો સર્જાયા હતા. જે બાબતે દૂધવાળા મોહલ્લાની મહિલાઓએ પોલીસ પર આક્ષેપો કર્યા હતા.

આ ઉપરાંત રાવપુરા પી.આઈ.એ મહિલાઓ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને નકારી કાઢી પોલીસવળા દ્વારા ફક્ત મોડી રાત સુધી ખુલ્લા રહેલા લારી ગલ્લા બંધ કરાવવાની અને ટોળા વિખેરવાની કામગીરી કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, કોરોનાની મહામારી ચાલતી હોય તેવા સમયે જે ટોળું એકત્ર થાય તે સમાજ માટે અને શહેર માટે જોખમી છે.

ABOUT THE AUTHOR

...view details