- વડોદરામાં શીત લહેર વધતા ઠંડીનો ચમકારો
- વુલન ઇન્ડિયન માર્કેટમાં નાગરિકોની ભીડ ઉમટી
- ઈન્ડિયન વુલન માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન
વડોદરા: ઉત્તર ભારતમાં શીત લહેર ફરી વળ્યાં બાદ શહેરમાં વહેલી સવારે અને રાત્રે ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. ત્યાંરે શહેરના કલાભવન ગ્રાઉન્ડ ખાતે ભરાતા ગરમ કપડાંના વુલન ઇન્ડિયન માર્કેટમાં નાગરિકોની ગરમ કપડાં લેવા માટે ભીડ ઉમટી હતી.
વડોદરામાં શીત લહેર વધતા ઠંડીનો ચમકારો વધતા ગરમ કપડાં બજારમાં ભીડ ઉમટી શહેરમાં શીત લહેર વધતા ઠંડીનો ચમકારો વધતા ગરમ કપડાં બજારમાં ભીડ ઉમટી
ઉત્તર ભારતમાં શીત લહેર ફરી વળ્યાં બાદ શહેરમાં વહેલી સવારે અને રાત્રે ફૂલ ગુલાબી ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. દર વર્ષે કલાભવન ગ્રાઉન્ડ ખાતે તિબેટીયન માર્કેટ ભરાય છે. આ વર્ષે કોરોના મહામારીના કારણે તિબેટીયન માર્કેટને પરમિશન ના આપતા ત્યાં ઇન્ડીન વુલન માર્કેટ ઓપન કરવામાં આવ્યુ હતું.
વડોદરામાં શીત લહેર વધતા ઠંડીનો ચમકારો વધતા ગરમ કપડાં બજારમાં ભીડ ઉમટી કલાભવન ખાતે આ વર્ષે તિબેટીયન માર્કેટ નહિ પણ ઇન્ડિયન વુલન માર્કેટ
દિવાળીના તહેવાર બાદ શહેરમાં શિયાળાની શરૂઆત થતાં કલાભવન ખાતે તિબેટીયન માર્કેટ ખુલી જાય છે. જ્યારે આ વર્ષે આયોજકોએ તિબેટીયન માર્કેટ નહીં પણ ઇન્ડિયન વુલન માર્કેટ ખોલતા 100 થી વધુ ગરમ કપડાની સ્ટોલો ખોલવામાં આવી હતી. જે તિબેટીયન લોકો નહિ પણ ઇન્ડિયન લોકોએ સ્ટોલ ખોલી હતી.
વડોદરામાં શીત લહેર વધતા ઠંડીનો ચમકારો વધતા ગરમ કપડાં બજારમાં ભીડ ઉમટી ઇન્ડીયન વુલન માર્કેટમાં તિબેટીયન માર્કેટ કરતા શુ છે ભાવમાં ફરક
ઇન્ડિયન વુલન માર્કેટમાં નાનાથી લઈ મોટા સુધીના ગરમ કપડાં મળે છે. સોલ, સ્વેટર, જાકેટ , થર્મલ, કેપ, મફલર, સર્ગ, બ્લેન્કેટ, મોઝ સહિત ગરમ કપડાં મળે છે. જે તિબેટીયન માર્કેટ કરતા 30 ટકા ભાવ ઓછા હોય છે. તિબેટીયન હોય કે ઈન્ડિયન વુલન માર્કેટ ગરમ કપડાં બધા પંજાબથી લાવે છે.
વડોદરામાં શીત લહેર વધતા ઠંડીનો ચમકારો વધતા ગરમ કપડાં બજારમાં ભીડ ઉમટી કોવિડ 19 ની ગાઈડ લાઈનનું પાલન કરાયુ
કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે ઈન્ડિયન વુલન માર્કેટમાં ખરીદી માટે નાગરિકો ઉમટી પડતા હોય ત્યારે કોરોના સંક્રમણ વધી શકે તેમ છે. ત્યારે આયોજકો અને દુકાનના સંચાલકો કોવિડ 19 નું પાલન કરે છે. માસ્ક સેનેટાઈઝેશન અને જે ગ્રાહક દુકાનમાં આવે ત્યારે તેને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ કરાવે છે.
વડોદરામાં ઠંડી વધતા ગરમ કપડાં બજારમાં લોકોની ભીડ ઉમટી