ગુજરાત

gujarat

ETV Bharat / state

સંસ્કારીનગરી વડોદરામાં 6 મહિનામાં ઝડપાયું કરોડોનું ડ્રગ્સ, ફક્ત LCBએ જ 2.52 કરોડનો દારૂ ઝડપ્યો - LCB Vadodara

વડોદરા હવે ધીમે ધીમે ડ્રગ્સ અને દારૂના વેચાણનું હબ બનતું હોય તેમ લાગી રહ્યું છે. અહીં છેલ્લા 6 મહિનાની અંદર 1,125 કરોડ રૂપિયાથી વધુની કિંમતનું 200 કિલોથી વધુનું (Crores valued Alcohol Drugs seized by ATS) ડ્રગ્સ ઝડપાયું છે. આ સાથે જ કરોડો રૂપિયાનો દારૂનો જથ્થો પણ (Alcohol seized in Vadodara) ઝડપાઈ ચૂક્યો છે.

સંસ્કારીનગરી વડોદરામાં 6 મહિનામાં ઝડપાયું કરોડોનું ડ્રગ્સ, ફક્ત LCBએ જ 2.52 કરોડનો દારૂ ઝડપ્યો
સંસ્કારીનગરી વડોદરામાં 6 મહિનામાં ઝડપાયું કરોડોનું ડ્રગ્સ, ફક્ત LCBએ જ 2.52 કરોડનો દારૂ ઝડપ્યો

By

Published : Dec 22, 2022, 3:54 PM IST

વડોદરારાજ્યમાં ડ્રગ્સ અને દારૂના વધતા દૂષણના કારણે યુવાનો બરબાદી તરફ વળી રહ્યા છે. ત્યારે સંસ્કારીનગર વડોદરામાં પણ વિગત સામે આવી છે. અહીંછેલ્લા 6 મહિનામાં કરોડો રૂપિયાના ડ્રગ્સ અને દારૂના જથ્થો ઝડપાયો હતો. અહીં મોક્ષી, સાકરદા અને સિંઘરોટમાં ગુજરાત ATSએ મોટી કાર્યવાહી કરી (Drugs seized by ATS in Vadodara)હતી. વડોદરામાં 1,125 કરોડ રૂપિયાથી વધુની કિંમતનું 200 કિલોથી વધુનું ડ્રગ્સ અને કરોડો રૂપિયાનો દારૂ (Alcohol seized in Vadodara) ઝડપાયો હતો.

ડ્રગ્સના તાર મુંબઈ સુધી હવે ડ્રગ્સ પણ મેડ ઈન ગુજરાત અને એમાં પણ વડોદરામાં બનાવવું અને તેના તાર મુંબઈ, ગોવા, અમદાવાદ, કચ્છ સુધી જોવા મળે તો ખૂબ મોટી બાબત છે. તાજેતરમાં જ વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં એટીએસ દ્વારા સિંઘરોટમાં (sindhrot road vadodara) જાણીતા ફાર્મ ની પાછળના ખેતરમાં આવેલા ગોડાઉનમાંથી અંદાજિત 500 કરોડનું ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું. જેમાં સોલિડ અને લિક્વિડ બંને કબજે કરવામાં આવ્યું હતું. શહેર ગ્રામ્યમાં એમ 2 ફેક્ટરીઓમાં દરોડા પાડવામાં આવ્યા હતા.

ડ્રગ્સ અમદાવાદ, મુંબઈ કચ્છમાં મોકલાતુંઆ દરોડામાં સામે આવ્યું હતું કે, ગોડાઉનમાં ડ્રગ્સ (Drugs seized by ATS in Vadodara) મટીરીયલ બનાવવામાં આવતું હતું. આ રૉ મટીરીઅલને અમદાવાદ, મુંબઈ અને કચ્છમાં મોકલવામાં આવતું હતું. રૉ મટીરીયલ ટેબલેટ ફોર્મમાં વેચાણ કરાતું હતું. આ ગોરખ ધંધો આશરે એક મહિનાથી ચાલતો હોવાનું માહિતી પ્રાપ્ત થઈ હતી. સાથે વડોદરા જિલ્લા LCB દ્વારા વડોદરા અને તેની આસપાસથી 2.52 કરોડ રૂપિયાનો (Crores valued Alcohol Drugs seized by ATS) ઈંગ્લીશ દારૂ પકડી આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ વ્યક્તિઓ સાથે (Alcohol seized in Vadodara) કાર્યવાહી કરાઈ છે.

છેલ્લા 6 મહિનામાં જિલ્લા લોકલ ક્રાઇમબ્રાન્ચ (LCB Vadodara) દ્વારા ઈંગ્લીશ દારૂની (Crores valued Alcohol Drugs seized by ATS) 86,359 બોટલ, જેની કિંમત 2,52,41,112 રૂપિયા છે. તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી માત્ર એલસીબીની છે, જેમાં કરોડો રૂપિયાના (Crores valued Alcohol Drugs seized by ATS)ઈંગ્લીશ દારૂ ઉપરાંત મુદ્દામાલ કબ્જે લેવાયો છે. એટલે કે, ગુજરાત એટીએસ અને વડોદરા જિલ્લા ક્રાઇમબ્રાન્ચની મોટી કાર્યવાહી કહી શકાય કે જે પ્રશંસનીય છે.

ATSના દરોડામાં મળી સફળતા બીજી તરફ અગાઉ ઝડપાયેલા સાવલીના મોક્ષી અને સાકરદા વિસ્તારમાંથી એટીએસના દરોડામાં (ATS raids in Vadodara) 1125 કરોડની કિંમતનું 225 કિલો એમડી ડ્રગ્સ ઝડપાયું હતું. આમાં ચાર આરોપીઓની અટકાયત (Drugs seized by ATS in Vadodara) કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details