વડોદરામાં 5 ફૂટનો મગર પાંજરે પુરાયો, વનવિભાગ દ્વારા કરાયું રેસ્ક્યુ - gujarat
વડોદરા: શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી મગરોનું ઘર કહેવાય છે. વડોદરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં અવાર-નવાર મગરો માનવ વસાહતમાં આવી ચડે છે. ત્યારે વનવિભાગ દ્વારા તેને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવે છે.
વડોદરામાં 5 ફૂટનો મગર પાંજરે પુરાયો
ચોમાસું શરું થતાની સાથે જ વિશ્વામિત્રી નદીના કાંઠા વિસ્તારોની સોસાયટીઓમાં મગરો પ્રવેશવાની શરૂઆત થઇ ગઇ છે. વડોદરા શહેર નજીક આવેલ દુમાડ વિસ્તારમાંથી વનવિભાગની ટીમે 5 ફૂટ મહાકાય મગરને ઝડપી લેવામાં આવ્યો હતો. મગર માટે તળાવમાં પાંજરું મૂકવામાં આવ્યું હતું. 2 કલાકની અંદર પાંચ ફૂટ લાંબો મગર પાંજરામાં પુરાયો હતો. મગર પાંજરે પુરાતા દુમાડ ગામના લકોએ હાશકારો લીધો હતો.