ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરા શહેરમાં મગરોનો કહેર, રહેણાક વિસ્તારમાં મગરોનું આગમન થતા ફફડાટ - vadodara rain news

વડોદરાઃ શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીએ મગરોનું ઘર રહેવાય છે. વિશ્વમિત્રી નદીમાં આશરે 600થી વધુ મગરો વસવાટ કરે છે ત્યારે વડોદરા શહેરમાં અનરાધાર વરસેલા 20 ઈંચ વરસાદે સમગ્ર શહેરને ધમરોળી નાખ્યું છે ત્યારે વિશ્વમિત્રી નદીમાં વસવાટ કરતા મગરો હવે રહેણાક વિસ્તારમાં ઘુસ્યા છે જે એક ચિંતાનો વિષય બન્યો છે.

રહેણાક વિસ્તારમાં મગરોનું આગમન થતા ફફડાટ

By

Published : Aug 1, 2019, 2:22 PM IST

Updated : Aug 1, 2019, 3:29 PM IST

વડોદરા શહેરના પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં મગરના બચ્ચા જોવા મળ્યા હતા. જો કે મગરો દેખાતા હવે લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. વિશ્વમિત્રી નદીમાં બચ્ચા જ નહિ પરંતુ 10 થી 12 ફુટ મહાકાય મગરો પણ વસવાટ કરે છે.

રહેણાક વિસ્તારમાં મગરોનું આગમન થતા ફફડાટ

વડોદરા શહેરમાં પાણીના પ્રકોપ વચ્ચે હવે રહેણાક વિસ્તારમાં મગરો ધુસી જતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો છે. વડોદરા શહેરના મોટા ભાગેના વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે અને હજુ પણ લોકોનું રેસક્યુ કરવામાં આવી રહ્યું છે. રહેણાંક વિસ્તારમાં ઘુસેલા માગરોને વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટીમ દ્વારા પકડવામાં આવ્યા હતા.

રહેણાક વિસ્તારમાં મગરોનું આગમન થતા ફફડાટ
Last Updated : Aug 1, 2019, 3:29 PM IST

ABOUT THE AUTHOR

...view details