વડોદરા શહેરના હાથીખાના વિસ્તારમાં થયેલા તોફાનોમાં ક્રાઇમ બ્રાન્ચે વધુ પાંચ આરોપીઓની ધરપકડ કરતા અત્યાર સુધીમાં પકડાયેલાઓની સંખ્યા 30ને પાર પહોંચી છે.
વડોદરાઃ પથ્થરમારાની ઘટનામાં વધુ 5 આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ - nrc protest Arrest of 5 accused
વડોદરાઃ શહેરમાં હાથીખાના વિસ્તારમાં ગત્ત શુક્રવારે બપોરે યોજનાબદ્ધ રીતે તોફાનોમાં થયેલા પથ્થરમારામાં વધુ પાંચ આરોપીની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચે કરી છે.
વડોદરામાં પથ્થરમારામાં વધુ 5 આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ
હાથીખાના વિસ્તારમાં ગત્ત શુક્રવારે બપોરે થયેલા તોફાનો તેમજ શહેરની શાંતિને ભંગ કરનારા લોકોને ઝડપવા માટે તપાસનો દોર ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો હતો. જેમાં પોલીસે અત્યાર સુધી ત્રીસથી વધુ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં તોફાનોની શરૂઆત કરનાર તેમજ તોફાનીઓને આશરો આપનારાઓને પણ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે.