WPLની હરાજી કાલે મોડી રાત સુધી ચાલી વડોદરાઃભારતીય ક્રિકેટ જગતમાં ઐતિહાસિક એવી વિમન્સ પ્રીમિયર લીગ WPLની હરાજી કાલે મોડી રાત સુધી ચાલી હતી, જેમાં વડોદરાની યાસ્તિકા ભાટિયા અને રાધા યાદવનું નસીબ ખૂલી ગયું હતું. વડોદરા ક્રિકેટ ટીમનાં ખેલાડી અને હાલમાં ભારતીય ક્રિકેટ ટીમનાં વિકેટકિપર યાસ્તિકા ભાટિયાને મુંબઈ ઇન્ડિયન ફ્રેન્ચાઈઝી દ્વારા દોઢ કરોડ રૂપિયાની બોલી લગાવી ખરીદી લેવામાં આવી હતી.
આ પણ વાંચોWomens IPL Auction 2023 : WPL હરાજી સમાપ્ત, મંધાના સૌથી મોંઘી, ગાર્ડનર સૌથી મોંધી વિદેશી ખેલાડી
યાસ્તિકા ભાટિયાના પરિવારે ખુશી વ્યક્ત કરીઃ તો ગઈકાલે બપોરથી જ યાસ્તિકા ભાટિયાના નિવાસસ્થાને તેમના પિતા હરીશ ભાટિયા અને માતા ગરિમા ભાટિયા આતૂરતાપૂર્વક સમગ્ર હરાજીનું પ્રસારણ નિહાળી રહ્યા હતા. તો ઑલરાઉન્ડર તરીકે ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારાં યાસ્તિકા ભાટિયા પહેલેથી જ હોટ ફેવરિટ હતાં. હાલમાં પણ યાસ્તિકા મહિલા વિશ્વકપમાં ભારતીય મહિલા ટીમનાં ખેલાડી છે. યાસ્તિકાનાં પિતા હરીશ ભાટિયાએ આ અંગે ખુશી વ્યક્ત કરી હતી.
યાસ્તિકા ભાટિયાના પરિવારે લાઈવ ઓક્શન જોયું દિલ્હી કેપિટલ્સ તરફથી રમશે રાધા યાદવઃ વડોદરા મહિલા ટીમનાં ફાસ્ટ બોલર રાધા યાદવને દિલ્હી કેપિટલ્સે 40 લાખ રૂપિયામાં ખરીદી હતી. યાસ્તિકા અત્યંત મહેનત અને સંઘર્ષ કરીને આ મુકામ ઉપર પહોચતાં તેણીની માતાના હર્ષાશ્રુ છલકાઈ ઉઠ્યાં હતાંય યાસ્તિકાની માતા ગરિમા ભાટિયાએ જણાવ્યું હતું કે, યાસ્તિકા પહેલેથી જ પોતાના ગોલ પ્રત્યે ખૂબ ફોક્સ છે અને એનું પરિણામ આજે જોવા મળ્યું છે.
યાસ્તિકા ભાટિયાએ અનુભવ શેર કર્યોઃ યાસ્તિકા ભાટિયાના પિતાએ જણાવ્યું હતું કે, બીસીસીઆઈનો આભાર માનું છું. બીસીસીઆઈના પ્રેસિડન્ટ રોજર બિન્ની સર અને સેક્રેટરી જય શાહને, જેમણે આઈપીએલનું અમારું સપનું હતું તે પૂર્ણ થાય એટલે વિમન્સ પ્રીમિયર લીગ શરૂ કરી છે. આ એક એવું પ્લેટફોર્મ છે કે, જ્યાં ડોમેસ્ટિક-ઈન્ટરનૅશનલ પ્લેયર ભેગાં થશે એ બધા મળીને મેચ રમશે. એમાં જે આપણાં ડોમેસ્ટિક પ્લેયર છે, જે આપણા ઇન્ટરનૅશનલ ઇન્ડિયન પ્લેયર છે. આ બધાને ફોરેન પ્લયેર સાથે રમીને બહુ સારો અનુભવ મળશે. સાથે સાથે જે ડોમેસ્ટિક પ્લેયર છે. તેમને ઈન્ટરનૅશનલમાં ચાન્સ નથી મળ્યો એ પણ એક પ્લેટફોર્મમાં હશે. એમાં ભારત જે વુમન ક્રિકેટ છે એ બહુ સારું આગળ વધવાનું મળશે.અને બહુ સારું પ્લેટફોર્મ મળશે.યતીકા જયારે નાની હતી ત્યારે આઈપીએલની મેચ જોતી હતી. તો મુંબઈ ઈન્ડિયન્સ ટીમ સાથે લગાવ હતો.
યાસ્તિકા ભાટિયાના માતાપિતાએ કરી પ્રાર્થનાઃ તેમણે ઉમેર્યું હતું કે, જ્યારે પણ મુંબઈ ઈન્ડિયન્સની મેચ હોય ત્યારે કોઈ દિવસ તે મેચ મિસ નહોતી કરતી. કાલે WPLમાં તેની પસંદગી થઈ તેનાથી અમારી ખુશી સમાતી નહતી. હરાજીમાં ગુજરાત જાઈન્ટ્સ, યુપી વોરિયર્સ જેવી ફ્રેન્ચાઈઝીએ પણ યાસ્તિકાને લેવાનો પ્રયાસ કર્યો હતો. તેમનો પણ હું આભાર માનું છું. જોકે, આ ઓક્શન પહેલા અમે પણ બહુ નર્વસ હતા. અમે જોયું કે, ઘણા બધા ઈન્ટરનૅશનલ પ્લયેરનું નામ આવ્યું. અમને વિશ્વાસ હતો કે, યાસ્તિકા પસંદગી પામશે અને જે ઓક્શન થયું તેનાથી અમે બહુ ખુશ છીએ.