ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં સી.આર.પાટીલનો કાર્યક્રમ પશુપાલકોને 27 કરોડ નો ભાવફેર આપવા બદલ અભિવાદન સમારંભ - પશુ પાલકોના હિતમા આ નિર્ણય

વડોદરમાં સી.આર.પાટીલ નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પશુપાલકોને 27 કરોડ નો ભાવફેર આપવા બદલ અભિવાદન સમારંભ યોજાયો હતો. જેમાં જિલ્લાના તમામ ધારાસભ્યો હાજર રહ્યાં હતા. અને મોટી સંખ્યામાં પશુપાલકો ઉમટ્યા હતા.

વડોદરામાં સી.આર.પાટીલનો કાર્યક્રમ પશુપાલકોને 27 કરોડ નો ભાવફેર આપવા બદલ અભિવાદન સમારંભ
વડોદરામાં સી.આર.પાટીલનો કાર્યક્રમ પશુપાલકોને 27 કરોડ નો ભાવફેર આપવા બદલ અભિવાદન સમારંભ

By

Published : Oct 9, 2021, 9:02 PM IST

  • વડોદરા સી.આર.પાટીલનો અભિવાદન સમારંભ
  • પશુ પાલકોને 27 કરોડનો લાભ અપાવવાની ખાતરી
  • જિલ્લાના તમામ ધારાસભ્યો હાજર રહ્યાં

વડોદરાઃજિલ્લામાં સી.આર.પાટીલ નો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં પશુપાલકોને 27 કરોડ નો ભાવફેર આપવા બદલ અભિવાદન સમારંભ યોજાયો હતો. જેમાં જિલ્લાના તમામ ધારાસભ્યો હાજર રહ્યાં હતા. અને મોટી સંખ્યામાં પશુપાલકો ઉમટ્યા હતા.

કેતન ભાઈ પશુપાલકો નો સવાલ લઈને આવ્યા

આ કાર્યક્રમમાં ડેરી પ્રમુખ દિનેશ પટેલ કાર્યક્રમ માં દેખાયા નહીં .આ સમારોહમાં સી.આર.પાટીલ કહ્યું કે કેતન ભાઈ પશુપાલકો નો સવાલ લઈને આવ્યા ત્યારે હું પણ દૂધ ઉત્પાદક હતો મારી પાસે 700 ગાયો અને 100 ભેંસો હતી.

મધુ શ્રીવાસ્તવનું નિવેદન

વડોદરા સી.આર.પાટીલ ના કાર્યક્રમ બાદ મધુ શ્રીવાસ્તવ નિવેદન આપ્યું હતુ. આમ તો નિવેદનને લઈને મધુ શ્રીવાસ્તવ ચર્ચામાં રહે છે, ત્યારે ડેરી ના પ્રમુખ કશે 'પીને પડ્યા હશે' કાર્યક્રમ માં પ્રમુખ દિનેશ પટેલ ની ગેરહાજરી મામલે નિવેદન આપ્યું.


સી. આર. પાટીલ વડોદરાના મુલાકાતે આવ્યા

ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ વડોદરાના મુલાકાતે આવ્યા હતા. જ્યાં દુધ ઉત્પાદકો દ્વારા સી. આર. પાટીલનો અભિવાદન સમારોહનુ આયોજન કરવામાં આવ્યું હતુ. પશુ પાલકોને દુધના ભાવ ફેર ના નાણા અપાવવા બદલ અભિવાદન સમારોહ યોજાયો હતો. બરોડા ડેરીમાંથી પશુ પાલકોને 27 કરોડનો લાભ અપાવવાની ખાતરી આપવામાં આવી.

વડોદરામાં સી.આર.પાટીલનો કાર્યક્રમ પશુપાલકોને 27 કરોડ નો ભાવફેર આપવા બદલ અભિવાદન સમારંભ
પશુ પાલકોના હિતમા આ નિર્ણય લેવામાં આવ્યો

કેતન ઈનામાદારના આદોલનના કારણે પશુ પાલકોના હિતમા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સી. આર. પાટીલે બરોડા ડેરી અને કેતન ઈનામદાર વચ્ચે મધ્યસ્થી કરી 27 કરોડ રૂપિયા પશુ પાલકોને અપાવવાનો નિર્ણય કરાવવામાં આવ્યો હતો. આ અભિવાદન સમારોહ સાવલી રોડ પર યોજાવામાં આવ્યો હતો.

કેતન ઈનામદાર આંદોલન પર ઉતર્યા હતા
નોંધનીય છે કે, આ અગાઉ દુધ ઉત્પાદકોને ભાવ વધારો અપાવવા લઈને ધારાસભ્ય કેતન ઈનામદાર આંદોલન પર ઉતર્યા હતા. ત્યાર બાદ કેતન ઈનામદારની મિટિંગ સીએમ તથા સી. આર. પાટીલ સાથે થઈ હતી. સી. આર. પાટીલ જોડે થયેલ આ બેઠકમાં બરોડા ડેરી અને કેતન ઈનામદાર વચ્ચે મધ્યસ્થી કરી 27 કરોડ રૂપિયા પશુ પાલકોને અપાવવાનો નિર્ણય લેવાયો હતો.

આ પણ વાંચોઃવડોદરા હાઈપ્રોફાઈલ દુષ્કર્મ કેસ: પીડિતાને મદદ કરનાર બુટલેગર અલપુ સિંધીને ક્રાઇમ બ્રાન્ચ લવાયો

આ પણ વાંચોઃ2022માં ગુજરાતમાં કૉંગ્રસની સરકાર બનશેઃ કૉંગ્રસના પ્રભારી રઘુ શર્મા

ABOUT THE AUTHOR

...view details