- પ્રેમ પ્રકરણમાં યુવક યુવતી બંનેએ આત્મહત્યા કરી હોવાની આશંકા
- મૃતક યુવતીની ઓળખ માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી
- યુવક યુવતી સિંધરોટ નજીક મહીસાગર બ્રિજ પર આવ્યા હતા
વડોદરા:શહેરનજીક સિંધરોટ પાસે મહીસાગર નદીના બ્રિજ પરથી કૂદીને યુવક અને યુવતીએ રહસ્યમય સંજોગોમાં આત્મહત્યા કરી હતી. બંનેના મૃતદેહો મહીસાગર નદીમાંથી મળી આવ્યા હતા.
યુવક યુવતીએ કરી આત્મહત્યા
આણંદ તાલુકાના નાપાડ ગામનો યુવક યુવતી રહસ્યમય સંજોગોમાં મહીસાગર નદીના ધસમસતા પાણીમાં મોતની છલાંગ લગાવી હતી. જેથી બંને મોતને ભેટ્યા હતા. બંનેની મૃતદેહ મહીસાગર નદીના કિનારેથી મળી આવ્યો હતો. ત્યારે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને કિનારા પર તરતા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.