ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરા શહેરની જિલ્લાની 10 બેઠકો માટે મતગણતરી હાથ ધરવામાં આવશે

આવતીકાલે મતદાન(Gujarat Assembly Election 2022) ગણતરી કરવામાં આવશે. ત્યારે વડોદરા શહેર જિલ્લાની 10 વિધાનસભા બેઠકો માટે મતગણતરી હાથ ધરવામાં આવશે. ત્યારે મતગણતરી માટે મતદાન કરાયેલા 3924 ઇવીએમને સાચવવા માટે વડોદરા શહેર પોલીસ દ્વારા 350 જેટલા જવાનોનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

વડોદરા શહેરની જિલ્લાની 10 બેઠકો માટે મતગણતરી હાથ ધરવામાં આવશે
વડોદરા શહેરની જિલ્લાની 10 બેઠકો માટે મતગણતરી હાથ ધરવામાં આવશે

By

Published : Dec 7, 2022, 7:22 PM IST

વડોદરાગુજરાત વિધાનસભાની 2022ના(Gujarat Assembly Election 2022) બીજા તબક્કાનોમતદાન પૂર્ણ થયું છે. ત્યારે વડોદરા શહેર જિલ્લાની 10 વિધાનસભા બેઠકો માટે આવતીકાલે એટલે કે તારીખ 8મી ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. આ મતગણતરી માટે મતદાન કરાયેલા 3924 ઇવીએમને સાચવવા માટે વડોદરા શહેર પોલીસ દ્વારા 350 જેટલા જવાનોનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

વડોદરા શહેરની જિલ્લાની 10 બેઠકો માટે મતગણતરી હાથ ધરવામાં આવશે

ચાંપતો બંદોબસ્તતારીખ 5મી ડિસેમ્બરના રોજ બીજા તબક્કાનું 93 બેઠકો માટે મતદાન યોજાયું હતું. વડોદરા શહેર જિલ્લાની 10 બેઠકો માટેના મતદાનમાં 72 ઉમેદવારોના ભાવિ 3924 ઈવીએમમાં સીલ થાય છે. તે તમામ ઇવીએમ એમ એસ યુનિવર્સિટીની પોલિટેકનિક્સ કોલેજની(Polytechnic College) ઇમારતમાંમુકવામાં આવ્યા છે. આ ઇવીએમમાં કોઈપણ પ્રકારના છેડછાની કે ગડબડ ન થાય તે માટે સ્થાનિક પોલીસ દ્વારા પહેલેથી જ ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અહીં અંદાજીત 300 સીઆરપીએફના જવાનો એસઆરપી જવાનો સહિત સ્થાનિક પોલીસના જવાનો દ્વારા સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

14 ટેબલ પર મતગણતરીજિલ્લા કક્ષાએએક બેઠક દીઠ 14 ટેબલ ઉપર મતગણતરી કરવામાં આવશે. એટલે કે એક રાઉન્ડમાં 14 બુથના ઈવીએમના મતો ખુલશે. તે મુજબ શહેરની માંજલપુર બેઠકનું પરિણામ ઝડપથી આવશે. જેમ કે આ બેઠક માટે 16 રાઉન્ડ છે .જ્યારે વાઘોડીયા અને રાવપુરા બેઠક માટે મત ગણતરી માટેના સૌથી વધુ રાઉન્ડ થશે જેમાં 21 રાઉન્ડ હોઈ પરિણામમાં પણ વિલંબ થશે.

રાઉન્ડ અને બુથની સંખ્યા
વાઘોડીયા – 21 રાઉન્ડ (બુથની સંખ્યા – 288)
સાવલી – 20 રાઉન્ડ (બુથની સંખ્યા – 273)
ડભોઈ – 20 રાઉન્ડ (બુથની સંખ્યા – 270)
વડોદરા શહેર – 19 રાઉન્ડ (બુથની સંખ્યા – 262)
સયાજીગંજ – 19 રાઉન્ડ (બુથની સંખ્યા – 261)
અકોટા – 18 રાઉન્ડ (બુથની સંખ્યા – 246)
રાવપુરા – 21 રાઉન્ડ (બુથની સંખ્યા – 281)
માંજલપુર – 16 રાઉન્ડ (બુથની સંખ્યા – 217)
પાદરા – 18 રાઉન્ડ (બુથની સંખ્યા – 246)
કરજણ – 18 રાઉન્ડ (બુથની સંખ્યા – 246)

ABOUT THE AUTHOR

...view details