ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરાઃ સાવલી ગ્રામ્યમાં કોરોનાની એન્ટ્રી, 48 વર્ષીય વ્યક્તિ કોરોના પોઝિટિવ - સાવલી વડોદરા

સાવલી તાલુકાના પીલોલ ગામના પેટાપુરા નાનાપુરા ગામે રહેતાં 48 વર્ષીય રતીલાલ પરમારનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. વડોદરાના ભાઈલાલ, અમીન હોસ્પિટલના એક્સરે વિભાગમાં ફરજ બજાવતાં હતા. નાનાપુરા ગામથી અપડાઉન કરતાં હતાં. ત્યાં જ સંક્રમિત થયાની આશંકા સેવાઇ રહી છે.

Corona's entry into Vadodara Savli village, 48-year-old Corona positive
વડોદરા સાવલી ગ્રામ્યમાં કોરોનાની એન્ટ્રી, 48 વર્ષીય વ્યક્તિ કોરોના પોઝિટિવ

By

Published : May 21, 2020, 11:42 PM IST

વડોદરા: સાવલી તાલુકાના પીલોલ ગામના પેટાપુરા નાનાપુરા ગામે રહેતાં 48 વર્ષીય રતીલાલ પરમારનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. વડોદરાના ભાઈલાલ, અમીન હોસ્પિટલના એક્સરે વિભાગમાં ફરજ બજાવતાં હતા. નાનાપુરા ગામથી અપડાઉન કરતાં હતાં. ત્યાં જ સંક્રમિત થયાની આશંકા સેવાઇ રહી છે.


આ પહેલા સાવલીમાં શાકભાજીના વેપારી રાજેશ પરમારનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. વડોદરા સારવાર કરાવી સ્વસ્થ થતાં પરત ઘરે આવતાં સાવલી નગરજનો અને વહીવટીતંત્રએ રાહતનો દમ લીધો હતો.

સાવલી તાલુકાના નાનાપુરા ગામે કોરોના બીમારીએ દેખા દેતાં સાવલી ધારાસભ્ય કેતન ઇનામદાર સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ અને વહીવટીતંત્ર ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. સતર્કતા રૂપે ગામ અને ફળિયા સાથે સંક્રમિત રતીલાલ પરમારના ઘરને પણ સેનિટાઈઝ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી અને કોરેનટાઇન કરી અવર-જવરના માર્ગો બંધ કરાયાં હતા.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details