વડોદરાઃ જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે કોરોના વાયરસ સામે લડવા અને શું સાવચેતી રાખવી વગેરે બાબતો પર ચર્ચા કરવા માટે એક બેઠકનું આયોજન કર્યું હતું. જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, માસ્ક અને સ્નેટાઈઝરનો સરકારે આવશ્યક ચીજ વસ્તુઓમાં સમાવેશ કર્યો છે. તેનો સંગ્રહ, નિર્ધારિત કરતા વધુ ભાવે વેચાણ કાયદેસરની કાર્યવાહીને પાત્ર કરશે. સ્ટોક જાહેર કરવો પડશે.એમણે આ સંદર્ભમાં તોલમાપ વિભાગની સાથે ખોરાક અને ઔષધ તંત્રને સંકલિત કાર્યવાહી કરવામાં આવશે. આ અનુસંધાને તોલમાપ વિભાગે 18 વેચાણકારો સામે કાર્યવાહી કરીને રૂ. 36 હજારનો દંડ વસૂલ કર્યો છે. જિલ્લા કલેક્ટરએ શાળાઓ અને શિક્ષણ સંસ્થાઓને આ બાબતમાં રાજ્ય સરકારની માર્ગદર્શક સૂચનાઓનો ચુસ્ત અમલ કરવા, બાળકો સાબુ કે પ્રવાહી સાબુથી વારંવાર હાથ ધોવે એ માટે શિક્ષિત કરવા અને તાવ કે શરદી ખાંસી પીડિત બાળકોનું વિશેષ ધ્યાન રાખી તકેદારી રાખવા જણાવ્યું છે.
કોરોના વાયરસઃ વડોદરા આરોગ્ય તંત્ર સતર્ક, જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે તાકીદે બેઠક બોલાવી - શાલિની અગ્રવાલ
જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે કોરોના વિષયક વ્યાપક અને સંકલિત તકેદારી તમામ સ્તરે લેવાય એ માટે મહાનગરપાલિકા અને જિલ્લા આરોગ્ય તંત્ર તેમજ SSG જમનાબાઈ હોસ્પિટલ, ગોત્રી હોસ્પિટલ સરકારી અને ખાનગી તબીબી સંસ્થાઓ અને IIMના પદાધિકારીઓ સાથે બેઠક યોજીને સરકારની સૂચનાઓ અને જાહેરનામાની જાણકારી આપવાની સાથે વ્યાપક અને સંકલિત તકેદારીના પગલાની ચર્ચા વિચારણા કરી હતી.
વડોદરા આરોગ્ય તંત્ર સતર્ક, જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે તાકીદે બેઠક બોલાવી
હાલમાં શાળાઓ અને શિક્ષણ સંસ્થાઓને માર્ગદર્શક સૂચનાઓનું પાલન કરવાનું છે.ખાનગી અને સરકારી દવાખાનાઓમાં ફલૂ કોર્નર બનાવી તાવ, શરદી ખાંસી કફની તકલીફો ધરાવનારાઓની અલાયદી તપાસ કરવા સૂચના આપવામાં આવી છે.