ગુજરાત

gujarat

ETV Bharat / state

Corona Vaccine: વડોદરા જિલ્લાના એક ગામમાં કોરોનાની વેક્સીન 100 ટકા અપાઇ - વડોદરા વેક્સીનેશન

કોરોનાના સંભવિત હુમલા સામે ટક્કર લેવા માટે ગ્રામીણ સમુદાય આગવી રીતે તૈયાર થઈ રહ્યો છે. જિલ્લાના ઘણાં નાના પણ જાગૃત ગામો 100 ટકા રસીકરણનું ધ્યેય ( Corona Vaccine ) સિદ્ધ કરવાની સમીપ પહોંચી ગયા છે. જિલ્લા આરોગ્યતંત્રની ટીમો દ્વારા રસી આપવાની સતત સમર્પિત કામગીરી અને લોકોની જાગૃતિથી આ શક્ય બની રહ્યું છે.

Corona Vaccine: વડોદરા જિલ્લાના એક ગામમાં કોરોનાની વેક્સીન 100 ટકા અપાઇ
Corona Vaccine: વડોદરા જિલ્લાના એક ગામમાં કોરોનાની વેક્સીન 100 ટકા અપાઇ

By

Published : Jun 15, 2021, 4:41 PM IST

  • રસી લેવા યોગ્ય તમામ લોકોના રસીકરણનું લક્ષ્ય સિદ્ધ કરવાના માર્ગે
  • અલ્હાદપુરા ગામે મેળવી 100 ટકા( Corona Vaccine )રસીકરણની સિદ્ધિ
  • પાદરા તાલુકાના ત્રણ ગામો પણ રસી શતકવીરની યાદીમાં સામેલ

વડોદરા: એકબાજુ અંધશ્રદ્ધાના કારણે કે રસીકરણથી ( Corona Vaccine ) નુકસાન થતું હોવાની ગેરમાન્યતાના કારણે કેટલાક ગામડાંના લોકો કોરોના પ્રતિરોધક રસી લેવામાં આનાકાની કરી રહ્યાં છે. ત્યારે કેટલાક ગામ એવા પણ છે જે 100 ટકા રસીકરણનું લક્ષ્ય સિદ્ધ કરી રહ્યાં છે. જિલ્લાના સરકારી દવાખાનાઓમાં કાર્યરત તબીબો અને ચાવીરૂપ સ્ટાફને તાજેતરમાં કોરોનાની ત્રીજી લહેર આવે તો ખાસ કરીને બાળ આરોગ્ય કેવી રીતે સાચવવા સહિત તકેદારીના પગલાંની જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તાલીમ આપવાની પહેલ કરવામાં આવી છે. કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળનું અલ્હાદપુરા ગામ,જે એક નાનકડું ગામ છે તે 100 ટકા રસીકરણની ( Corona Vaccine ) સિદ્ધિ મેળવનાર તાલુકાનું કદાચિત પ્રથમ ગામ બન્યું છે. આ જાણકારી આપતાં કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબી અધિકારી ડો. જિતેન રાણાએ જણાવ્યું કે આ ગામની કુલ 984ની વસ્તીમાં 561 લોકો 18+ ની શ્રેણીમાં આવે છે એટલે કે તેઓ રસી મુકાવવાને પાત્ર છે.

કેટલાક ગામ એવા પણ છે જે 100 ટકા રસીકરણનું લક્ષ્ય સિદ્ધ કરી રહ્યાં છે
નાનકડા ગામે સંપૂર્ણ રસીકરણની ( Corona Vaccine ) દિશા દર્શાવી

ગામના 506 લોકોએ રસી ( Corona Vaccine ) લઈ લીધી છે. બાકી રહેતા 55 લોકો પૈકી 27 લોકોને કોરોના થયો હતો એટલે તેઓ ત્રણ મહિના પછી રસી લેવાને પાત્ર થશે. અન્ય 26 લોકો મોટેભાગે વડોદરા રહે છે અને તે પૈકીના મોટાભાગના લોકોએ શહેરી વિસ્તારમાં રસી ( Corona Vaccine ) લઈ લીધી છે. આમ,આ નાનકડા ગામે સંપૂર્ણ રસીકરણની દિશા દર્શાવી છે. આ ગામના લોકોની જાગૃતિ સલામીને પાત્ર છે તેની સાથે આ કામમાં સહયોગ આપનાર સેવા સંસ્થા ઈ.એસ.આર.ફાઉન્ડેશનના યુવા સ્વયંસેવકોની મહેનત અને કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમની સમર્પિત સેવાઓ પણ મહત્ત્વની છે. આરોગ્ય કેન્દ્ર હેઠળના ચિખોદરા, ભાલિયાપુરા, હેતમ્પુરા અને તતારપુરા ગામો પણ 100 ટકા રસીકરણની સમીપ પહોંચી ગયાં છે અને આગામી સપ્તાહમાં સંપૂર્ણ રસી સંરક્ષિત ગામો બની જવાની સંભાવના છે.

આ પણ વાંચોઃ વડોદરામાં રસીકરણ ઘટતા કોર્પોરેશન દ્વારા રીક્ષા ચાલકો અને વેપારીઓનું કરાઈ રહ્યું છે રજિસ્ટ્રેશન

રસી રક્ષિત ગામો બનાવવાનો પ્રયાસ

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ પાદરા તાલુકાના મોભા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના મોભા, વણછરા અને અંબાડા ગામોના લોકોને અને આરોગ્ય ટીમોને રસી ( Corona Vaccine ) શતકવીર ગામો બનવા માટે બિરદાવ્યાં છે.આ ગામો પણ સંપૂર્ણ રસી રક્ષિત બન્યાં છે. આ ઉપરાંત તાલુકાના મોભા રોડ, ડભાસા અને લૂણા ગામો પણ સો ટકા રસી રક્ષિત ગામો બનવાની નજીક પહોંચી ગયાં છે. યુવા સ્વયંસેવકોએ અલ્હાદપુરા ગામમાં લગભગ 10 દિવસ સુધી જુદાં જુદાં કાર્યક્રમો દ્વારા આદરેલી લોકજાગૃતિની ઝૂંબેશનું આ સિદ્ધિમાં ઘણું મોટું યોગદાન છે.

આ પણ વાંચોઃ વડોદરા શહેરના એક સેન્ટર પર વેક્સીન લીધા વગર જ સર્ટીફીકેટ ઇશ્યુ કરાયું

ABOUT THE AUTHOR

...view details