ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરા : કોરોનાની રસી 7 જિલ્લાના અલગ અલગ કેન્દ્ર પર પહોંચાડવા માટે તંત્ર સજ્જ - corona news

વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે કોરોનાની રસીને લઇને વડોદરા તંત્ર સજ્જ થયું છે. જેમાં 25 જેટલા રેફ્રિજરેટર વડોદરાની વેક્સિન ઇન્સ્ટી ખાતે પહોંચી ગયા છે. જેમાં 20 નાના અને 5 મોટા રેફ્રિજરેટર આવ્યા છે.

corona
કોરોનાની રસી7 જિલ્લાના અલગ અલગ કેન્દ્ર પર પહોંચવા માટે તંત્ર સજ્જ

By

Published : Dec 9, 2020, 3:48 PM IST

Updated : Dec 9, 2020, 4:19 PM IST

  • વેક્સિન ઇન્સ્ટિટયૂટ ખાતે આવ્યા રેફ્રિજરેટર
  • ગુજરાતના સાત જિલ્લામાં રેફ્રિજરેટર મોકલવામાં આવશે
  • કોરાનાની રસીનું ઓનલાઇન થશે મોનિટર

વડોદરા : વેક્સિન ઇન્સ્ટિટયૂટ ખાતે કોરોનાની રસીનો સંગ્રહ કરવા માટે 25 આઈસલાઈન ગોદરેજ કંપનીના ઓફલાઈન રેફ્રિજરેટ આવી પહોચ્યા છે. જેમાં 20 નાના અને 5 મોટા રેફ્રિજરેટર આવ્યા છે. આ રેફ્રિજરેટરોને વડોદરા શહેર અને જિલ્લા ઉપરાંત મધ્ય ગુજરાતના સાત જિલ્લામાં મોકલવામાં આવશે.

કોરોનાની રસી 7 જિલ્લાના અલગ અલગ કેન્દ્ર પર પહોંચવા માટે તંત્ર સજ્જ

તાપમાનની રેન્જ બદલી શકાશે

આ ઉપરાંત આ રેફ્રિજરેટરો વડોદરા ગામ્ય અને છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, દાહોદ, પંચમહાલ, મહીસાગર ખાતે પહોંચાડવામાં આવશે. ત્યારબાદ કોરોના વેક્સિનનું ઓનલાઇન મોનિટર કરવામાં આવશે. અન્ય રસીકરણ કાર્યક્રમ માટે ઇવીન સોફ્ટવેરથી ઓનલાઈન મીટર થાય છે. આ રેફ્રિજરેટર 2 થી 8 ડિગ્રી સેન્ટિગ્રેડના છે. જેમાં તાપમાનની રેન્જ બદલી શકાશે.

Last Updated : Dec 9, 2020, 4:19 PM IST

ABOUT THE AUTHOR

...view details