ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં સાવલીના પ્રથમ પોઝિટિવ દર્દીએ કોરોનાને આપી માત

વડોદરામાં 8 મે ના રોજ શાકભાજી વેચનાર રાજેશ પરમારનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોરોનાથી પ્રભાવિત થયાં બાદ તેમને વડોદરા આઇસોલેશનમાં દાખલ કરવામાં આવ્યાં હતા.

Vadodara, Etv Bharat
Vadodara

By

Published : May 19, 2020, 9:45 PM IST

વડોદરાઃ વડોદરામાં 8 મે ના રોજ શાકભાજી વેચનાર રાજેશ પરમારનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોરોનાથી પ્રભાવિત થયાં બાદ તેમને વડોદરા આઇસોલેશનમાં દાખલ કરવામાં આવ્યાં હતા.

હાલ સમગ્ર ગુજરાતમાંં કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે, પરંતુ બીજી બાજુ સામે કેટલાય લોકો કોરોનાને માત આપી રહ્યાં છે. મંગળવારે વડોદરાના સાવલીના કોરોનાગ્રસ્ત શાકભાજી વેચનાર રમેશભાઈ 10 દિવસથી સારવાર હેઠળ છે, ત્યાર બાદ તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

Etv

આમ, વડોદારના સાવલી રમેશભાઈએ કોરોનાની સારવાર લઈ કોરોના વાઈરસને માત આપી છે. સાજા થઈ સાવલી પરત આવતાં રાજેશભાઈનું ગ્રામજનો અને નગરપાલિકા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સાવલીનો પહેલો કોરોના કેસ હતો, તે પણ સાજા થઈ જતાં હવે સાવલી તાલુકો કોરોના મુક્ત બન્યો છે.

ABOUT THE AUTHOR

...view details