વડોદરા: જિલ્લામાં પિતા-પુત્ર 14 એપ્રિલથી કોરોના પોઝિટિવ હોવાથી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. નાગરવાડા વિસ્તાર રેહનારા પિતા પુત્રને કોરોના પોઝિટિવ જણાતા લગભગ 14 એપ્રિલથી સારવાર હેઠળ હતા. પિતાની સારવાર ડો. ચિરાગ રાઠોડ અને ડો.અભિનવની ટીમ દ્વારા થઈ રહી હતી. જ્યારે પુત્રની સારવાર બાળરોગ વિભાગની ટીમના ડો.નિમિષા પંડ્યા, ડો.લલિત, ડો. પૂતુન અને ડો. રિતેશ પરમાર દ્વારા નિર્ધારિત પ્રોટોકોલ પ્રમાણે કરવામાં આવી હતી.
વડોદરા શહેરમાં કોરોના મુક્ત થયેલા પિતા-પુત્રને ગોત્રી મેડિકલ હોસ્પિટલમાંથી રજા અપાઇ - કોરોના મુક્ત થયેલા પિતા-પુત્ર
વડોદરા શહેરમાં કોરોના મુક્ત થયેલા પિતા-પુત્રને ગોત્રી મેડિકલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
વડોદરા શહેરમાં કોરોના મુક્ત થયેલા પિતા-પુત્રને ગોત્રી મેડિકલ હોસ્પિટલમાંથી રજા અપાઇ
પિતા-પુત્ર બંનેના સતત બે રિપોર્ટ નેગેટિવ આવતા દર્દીઓની સાથે સારવાર કરતા તબીબોએ પણ આનંદ અનુભવ્યો અને સાજગીના પ્રમાણપત્ર સાથે બંનેને રજા આપવામાં આવી હતી. આ હોસિપિટલમાં પિતા પુત્ર બન્ને સાથે સ્વસ્થ્ય થયા હોય તે પ્રથમ બનાવ છે. તો આ સાથે આ બન્ને સાજા થતાની સાથે જ આ હોસ્પિટલમાંથી 3 દર્દીઓ કોરોના મુક્ત થયા છે.