ગુજરાત

gujarat

ETV Bharat / state

Corona case Vadodara: વડોદરામાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો, એક જ દિવસમાં 862 કોરોના પોઝિટિવ કેસ - વડોદરામાં કોરોના રસી પ્રિકોશન ડોઝ

રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો(Corona cases in Gujarat) થતો જોવા મળી રહ્યો છે. વડોદરામાં કોરોનાના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે. વડોદરા શહેર અને જિલ્લામાં આજે બુધવારે 862 કેસ પોઝિટિવ (Corona case Vadodara )આવ્યાં છે.જેને લઈને આરોગ્ય વિભાગની(Vadodara Health Department) ચિંતામાં પણ વધારો થયો છે. ઉત્તરાયણનો પર્વમાં કોરોનાના કેસનો રાફડો ના ફાટે જેને લઈને આરોગ્ય વિભાગ ચિંતિત છે.

Corona case Vadodara: વડોદરામાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો, એક જ દિવસમાં 862 કોરોના પોઝિટિવ કેસ
Corona case Vadodara: વડોદરામાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો, એક જ દિવસમાં 862 કોરોના પોઝિટિવ કેસ

By

Published : Jan 12, 2022, 7:41 PM IST

વડોદરાઃશહેરમાં કોરોના કાળો કહેર(Corona case Vadodara ) વર્તાવી રહ્યો છે. ત્યારે વડોદરામાં આજે બુધવારના એક જ દિવસમાં 862 કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જેને લઈને આરોગ્ય વિભાગની(Vadodara Health Department) ચિંતામાં વધારો થયો છે.

કોરોના કેસમાં વધારો

વડોદરામાં કોરોનાના કેસરોકેટગતિએ(Corona cases in Gujarat) વધી રહ્યા છે, વડોદરા શહેર અને જિલ્લામાં આજે બુધવારે 862 કેસ પોઝિટિવ આવ્યાં છે. આ સાથે જ વડોદરામાં કુલ 76,377 કોરોનાના પોઝિટિવ કેસનો આકંડો થયો છે અને 73,003 દર્દીઓ સાજા થઈ જતા રજા આપવામાં આવી છે. હાલ વડોદરામાં 2711 કોરોનાના એક્ટિવ કેસ છે. વડોદરામાં અત્યાર સુધીમાં 30,46,543 લોકોને કોરોના રસીના(Corona Vaccination Vadodara) ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં 58,481 કિશોરોનો સમાવેશ થાય છે અને 17496 વયસ્કોને પ્રિકોશન ડોઝ (Corona vaccine precision dose in Vadodara)આપવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃGujarat University Exams News : વિદ્યાર્થીઓ ઓનલાઇન અને ઓફલાઇન એમ બંને રીતે પરીક્ષા આપી શકશે

આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો

વડોદરામાં રોજબરોજ કોરોનાના કેસનો રાફડો ફાટી રહ્યો છે. મંગળવારે નોંધાયેલ 606 કેસ બાદ કોરોના 800નો આંક વટાવી 862 કેસ નોંધાયા છે. જેને લઈને આરોગ્ય વિભાગની ચિંતામાં પણ વધારો થયો છે. શુક્રવારે ઉત્તરાયણનો પર્વ છે. ત્યારે લોકો એકસાથે અગાસીમાં એકઠા થશે. ત્યારે કોરોનાના કેસનો રાફડો ના ફાટે જેને લઈને આરોગ્ય વિભાગ ચિંતિત છે.

આ પણ વાંચોઃTheft incident in Ahmedabad: સ્પા ખોલવાના ઇરાદે કરી ચોરી, અંતે આરોપીઓને જેલમાં જવાનો આવ્યો વારો

ABOUT THE AUTHOR

...view details