વડોદરાઃ શહેરમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા માટે સજ્જ છે. વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ (Corona case in Vadodara ) વધતા કેસોની સંખ્યામાં વધારો થયો છે. ત્યારે વડોદરા જિલ્લા પ્રશાસને કોરોના ( Vadodara Municipal Corporation)સંક્રમણને અટકાવવા ત્વરિતઅને અસરકારક પગલાં લીધા છે.
ત્રીજી લહેરનો સામનો કરવા તંત્ર સજ્જ
કોરોના ગ્રસ્તોને અસરકારક આરોગ્ય સુવિધાઓ(Vadodara Health Department) મળી રહે તે માટે વડોદરાના પ્રભારી અને સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન પ્રદીપ પરમારના અસરકારક માર્ગદર્શન હેઠળ વડોદરાના OSD ડૉ.વિનોદ રાવ, મ્યુનિ.કમિશનર શાલિની અગ્રવાલ, જિલ્લા કલેકટર આર.બી.બારડ, જિલ્લા વિકાસ અધિકારી ડૉ.રાજેન્દ્ર પટેલ દ્વારા સરકારી અને ખાનગી હોસ્પિટલોને કોવિડ ડેઝિગનેટેડ હોસ્પિટલો તરીકે જાહેર કરી કોરોનાના નિર્ધારિત પ્રોટોકોલ મુજબ દર્દીઓને સારવાર મળી રહે તે માટે ઉચિત વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લામાં બેડ, વેન્ટિલેટર અને ઓક્સિજન સહિતના બેડની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કોરોનાના સામન્ય લક્ષણો ધરાવતા અને જેઓને ઘરે હોમ આઇસોલેશનની વ્યવસ્થા ન હોય તેવા દર્દીઓ માટે જિલ્લા પ્રશાસન દ્વારા કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. આ સેન્ટરમાં દર્દીઓને વિના મૂલ્યે દવા, ચા, નાસ્તો તેમજ ભોજનની સુવિધા પૂરી પાડવાનું આગોતરી વ્યવસ્થા કરવામાં આવી છે.
શહેર જિલ્લામાં 50 ધન્વંતરી રથ કાર્યરત
જિલ્લામાં કોરોના સામે લડવા ટેસ્ટીગ, ટ્રેસીગ અને ટ્રીટમેન્ટનો ત્રિસ્તરીય વ્યૂહ અપનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત શહેર અને જિલ્લામાં સંજીવની અને ધન્વંતરી રથોના માધ્યમથી ઘર સારવાર લેતા દર્દીઓને દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં આયુષ દ્વારા આર્યુવેદિક દવાઓનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. કોરોના ટેસ્ટીગ માટે શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. કોરોના સંક્રમણને અટકાવવા માટે શહેરમાં રાત્રિ કરફયૂ સહિત પ્રતિબંધક હુકમો કરવામાં આવ્યા છે. કોરોનાની ત્રીજી લહેરથી બચવા રસી રામબાણ ઈલાજ છે. ત્યારે જિલ્લામાં મહત્તમ નાગરિકો રસી મુકાવે તે જરૂરી છે. શહેર જિલ્લામાં આરોગ્ય કર્મીઓ, અગ્રીમ હરોળના કોરોના વોરિયર, 45 + તેમજ 60 વર્ષથી વય ધરાવતા નાગરિકોનું રસીકરણ ઝુંબેશ તરીકે હાથ ધરવામાં આવ્યું છે.