ગુજરાત

gujarat

ETV Bharat / state

Contaminated drinking water: નવાપુરા વિસ્તાર દૂષિત પાણીના કારણે ત્રાહિમામ - પાણીની સમસ્યા

વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં શિયાબાગ સહિત આજુબાજુના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી (Contaminated drinking water) દૂષિત અને જીવડાવાળું પાણી (Water) આવી રહ્યું છે. સ્થાનિક કોર્પોરેટર જાગૃતિબેન કાકાએ (Corporator Jagrutiben kaka) ત્યાં વાલ્વ બેસાડતા સમસ્યાનો નિકાલ થવાને બદલે વધી હતી અને નાગરિકોને વેઠવાનો વારો આવ્યો હતો.

Contaminated drinking water: નવાપુરા વિસ્તાર દૂષિત પાણીના કારણે ત્રાહિમામ
Contaminated drinking water: નવાપુરા વિસ્તાર દૂષિત પાણીના કારણે ત્રાહિમામ

By

Published : Jun 12, 2021, 1:49 PM IST

  • પીવાના દૂષિત પાણીના કારણે સ્થાનિકો ત્રાહિમામ
  • વડોદરાના વોર્ડનંબર 13ના નાગરિકો પી રહ્યાં છે ગંદુ પાણી (Water)
  • કોર્પોરેટરે સમસ્યા હલ કરવા વાલ્વ બેસાડ્યો તો વધુ વકરી સમસ્યા

વડોદરાઃ મહાનગરપાલિકા (Vadodara Corporation) દ્વારા નાગરિકોને જીવન જરૂરિયાત એવું ચોખ્ખું પાણી આપી શકાતું નથી. નાગરિકોને માત્ર (Contaminated drinking water) દૂષિત ગંધાતું અને જીવડાવાળું પાણી પીવું પડે છે. વડોદરા શહેરના વોર્ડ નંબર 13 નવાપુરા વિસ્તારમાં શિયાબાગ, બોરડી ફળિયું, ભાવદાસ મોહલ્લામાં છેલ્લા કેટલાક સમયથી દુષિત, જીવડાવાળુ પાણી (Water) આવી રહ્યું છે. તેઓએ સ્થાનિક કોર્પોરેટર જાગૃતિબેન કાકાએ (Corporator Jagrutiben kaka) ત્યાં નવો વાલ્વ બેસાડ્યો હતો. જોકે તેનાથી દૂષિત પાણીની સમસ્યા સુધરવાને બદલે વધુ બગડી હતી અને વિસ્તારમાં જીવડાવાળું પાણી આવવાનું ચાલુ થઈ ગયું હતું.

દૂષિત પાણીની ફરિયાદ આવે ત્યાં તાત્કાલિક પાણીની ટેન્કર મોકલી અપાશે
છેલ્લા કેટલાક સમયથી દૂષિત અને જીવડાવાળું પાણી આવે છે.આજે સ્થાનિક કાઉન્સિલર કોંગ્રેસના બાલુ સુર્વે ને સ્થાનિકોએ રજૂઆત કરી હતી. (Congress Corporator Balu Surve) બાલુ સુર્વેએ જણાવ્યું હતું કે ચૂંટાયેલી પાંખને રજૂઆત કરેલ છે. પરંતુ ચૂંટાયેલી પાંખ અને અધિકારીઓ વચ્ચે તાલમેલ ન હોવાના કારણે સમસ્યાનો ઉકેલ આવતો નથી અને તેના કારણે નાગરિકોને દૂષિત અને જીવડાવાળું પાણી (Contaminated drinking water) પીવાનો વારો આવે છે. જેના કારણે રોગચાળો પણ ફેલાઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ વડોદરા નાગરવાડા વિસ્તારમાં દુષિત પાણીને લઈને સ્થાનિકો દ્વારા પાલિકાની કચેરીમાં તોડફોડ

ટેન્કર મોકલી સંતોષ માનતાં મેયર

(Contaminated drinking water) દૂષિત પાણીના મુદ્દે (Mayor) કેયૂર રોકડીયાએ જણાવ્યું હતું કે એડિશનલ સિટી એન્જિનિયર અમૃત મકવાણાને સૂચના આપી દેવામાં આવી છે કે જે વિસ્તારમાં દૂષિત પાણીની ફરિયાદ આવે ત્યાં તાત્કાલિક પાણીની ટેન્કર મોકલી આપવું. જેનાથી નાગરિકોને તકલીફ પડે નહીં અને જલદીમાં જલદી દૂષિત પાણીની સમસ્યાનો નિકાલ કરી દે તેવી પણ સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ વડોદરાના મ્યુનિસિપલ કમિશનરનો ચાર્જ શાલિની અગ્રવાલને સોંપાયો

ABOUT THE AUTHOR

...view details