વડોદરાશહેરમાં દિવસેને દિવસે અકસ્માતોની સંખ્યા વધી રહી છે. ત્યારે હવે હાઈવે પર ફરી એક વાર અકસ્માતના કારણે બાઈકચાલકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અહીં વડોદરા તરફથી એક ટ્રક-ટ્રેલરચાલક પોતાનું ટ્રેલર પૂરઝડપે લઈ જઈ રહ્યો (Accident in Vadodara) હતો. તે જ સમયે રોડ ક્રોસ કરી રહેલો બાઈકચાલક ટ્રકની અડફેટે (container truck accident hit biker) આવી ગયો હતો. અકસ્માતમાં યુવકને માથા અને છાતીના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. એટલે તેનું ઘટનાસ્થળે મોત (biker death in vadodara) થયું હતું.
વડોદરામાં પૂરઝડપે આવતા ટ્રકચાલકે બાઈકને ટક્કર મારતા 1નું ઘટનાસ્થળે મોત, 1 ગંભીર - vadodara karjan highway
વડોદરામાં કન્ટેનર ટ્રકચાલકે બાઈકચાલકને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે (container truck accident hit biker) મોત થયું હતું. બાઈકચાલક રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે જ પૂરઝડપે આવતા કન્ટેનરે તેને ટક્કર (biker death in vadodara) મારી હતી. એટલે બાઈકચાલકને છાતી અને માથાના ભાગમાં ગંભીર ઈજા (Accident in Vadodara) પહોંચી હતી.
ડભોઈ તાલુકા નારિયાના યુવકનું મોતવડોદરા કરજણ નેશનલ હાઇવે (vadodara karjan highway) ઉપર ભારત કોટન પાસે એક કન્ટેનરનો ચાલક પૂરઝડપે આવી રહ્યો હતો. તે દરમિયાન ડભોઇ તાલુકાના નરીયા ગામના વતની મનહર લક્ષ્મણભાઈ ( રહે. નારીયા, તાલુકો ડભોઇ) તેમ જ સંદીપભાઈ ઉમેદભાઈ રાઠોડ ( રહે. વણછારા ,તાલુકો પાદરા) આ બંને પોતાની બાઈક ઉપર રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે સમયે અચાનક ભરૂચથી વડોદરા તરફ આવી રહેલા કન્ટેનરે આ બાઈકને ટક્કર (container truck accident hit biker) મારી હતી. તેના કારણે મનહરભાઈનું ઘટનાસ્થળે (biker death in vadodara) મોત થયું હતું. જ્યારે બાઈકની પાછળ બેઠેલા સંદીપ રાઠોડને ગંભીર ઈજા પહોંચી હતી.
કરજણ પોલીસની કાર્યવાહી શરૂ બાઈકની પાછળ બેઠેલા સંદીપ રાઠોડને વડોદરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, અકસ્માત પછી લોકોના ટોળા ઘટનાસ્થળે ઉમટી આવ્યા હતા. આ અંગે કરજણ પોલીસને જાણ કરતાં પોલીસે કન્ટેનરચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.