ગુજરાત

gujarat

ETV Bharat / state

કૃષિ કાયદા પરત ખેંચવાને લઈને વડોદરામાં કૉંગ્રેસ કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી ઉજવણી કરી - ઇન્દિરા ગાંધીની જન્મ જયંતી

આજરોજ ભારત દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની જન્મ જયંતી(Indira Gandhi's birth anniversary) નિમિત્તે શહેર કૉંગ્રેસ કાર્યાલય ખાતે તેમને પુષ્પાંજલિ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આજ રોજ કૃષિ બિલ પરત ખેંચવાની માગ સામે સરકાર આખરે ઘૂટણીયે પડતા ખેડૂતોમાં ખુશી વ્યાપી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ( Prime Minister Narendra Modi )શુક્રવારે સવારે પોતાના રાષ્ટ્રજોગ સંબોધન દરમિયાન કૃષિ કાયદાઓ (Agricultural laws)પાછા ખેંચવાની જાહેરાત કરી છે. આ ત્રણે કૃષિ કાયદા(three agricultural laws ) પરત ખેંચવાની ફરજ પડી હતી ત્યારે ખેડૂતોને પડખે ઊભા રહેનાર કૉંગ્રેસ દ્વારા આજે ઉજવણી કરી હતી.

કૃષિ કાયદા પરત ખેંચવાને લઈને વડોદરામાં કૉંગ્રેસ કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી ઉજવણી કરી
કૃષિ કાયદા પરત ખેંચવાને લઈને વડોદરામાં કૉંગ્રેસ કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી ઉજવણી કરી

By

Published : Nov 19, 2021, 7:39 PM IST

  • કૃષિ કાયદા પરત ખેંચવાને લઈને કૉંગ્રેસ કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી ઉજવણી કરી
  • વડોદરા કૉંગ્રેસ દ્વારા ખેડૂતના વિજયને ફટાકડા ફોડી વધવવામાં આવ્યો
  • ખેડૂતો દ્વારા છેલ્લા એક વર્ષથી દિલ્હી બોર્ડર પર ધારણ પ્રદર્શનો ચાલું હતા

વડોદરાઃઆજરોજ ભારત દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની જન્મ જયંતી (Indira Gandhi's birth anniversary)નિમિત્તે શહેર કૉંગ્રેસ કાર્યાલય ખાતે તેમને પુષ્પાંજલિ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમમાં વડોદરા શહેર પ્રમુખ પ્રસાદ પટેલ પ્રશાંત પટેલ અમીબેન રાવત માજી સાંસદ સત્યજીત ગાયકવાડ સહિત અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ઇન્દિરા ગાંધીજીના ફોટા પર ફુલહાર પહેરાવી તમને જન્મદિવસની ઉજવણી કરાઈ હતી. ત્યારે દેશના વડાપ્રધાન ( Prime Minister Narendra Modi )દ્વારા કૃષિ કાયદા પરત ખેંચવાના નિર્ણયને લઈને દાંડિયા બજાર ચાર રસ્તા પર કૉંગ્રેસ કાર્યકર્તા હોય ફટાકડા ફોડી નારાબાજી કરી ઉજવણી કરી હતી.

કૃષિ બિલ પરત ખેંચવાની માગ સામે સરકાર આખરે ઘૂટણીયે

કૃષિ બિલ પરત ખેંચવાની માગ સામે સરકાર આખરે ઘૂટણીયે પડતા ખેડૂતોમાં ખુશી વ્યાપી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સવારે પોતાના રાષ્ટ્રજોગ સંબોધન દરમિયાન કૃષિ કાયદાઓ (Agricultural laws)પાછા ખેંચવાની જાહેરાત કરી છે. મોદી સરકાર ગત વર્ષે કૃષિ ક્ષેત્રમાં સુધારા માટે 3 કાયદા લાવી હતી પરંતુ અનેક ખેડૂત સંગઠનો સતત આ કાયદાઓનો વિરોધ કરી રહ્યા હતા.

કૃષિ કાયદા પરત ખેંચવાને લઈને વડોદરામાં કૉંગ્રેસ કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી ઉજવણી કરી

કૉંગ્રેસ દ્વારા આજે ઉજવણી કરી
છેલ્લા 15 મહિનાથી ખેડૂતો દ્વારા સરકાર દ્વારા લદાયેલા કૃષિ કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો અને અંતમાં સરકારને ઝૂકવું પડયું હતું અને ત્રણે કૃષિ કાયદા પરત ખેંચવાની ફરજ પડી હતી ત્યારે ખેડૂતોને પડખે ઊભા રહેનાર કૉંગ્રેસ દ્વારા આજે ઉજવણી કરી હતી.

આ પણ વાંચોઃકૃષિ કાયદા બનવાથી લઈને પાછા ખેંચવા સુધી, દિલ્હીને ઘેરવાથી લઈને ટ્રેક્ટર રેલી સુધી, જાણો ક્યારે શું થયું

આ પણ વાંચોઃપહેલા બુંદેલખંડમાં ભૂમાફીયાઓનુ રાજ હતું: નરેન્દ્ર મોદીના વિપક્ષ પર આકરા પ્રહાર

ABOUT THE AUTHOR

...view details