- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કરજણમાં કોંગ્રેસના પ્રચારનો પ્રારંભ
- કરજણ ખાતે વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિ માઈનોરિટી ડિપાર્ટમેન્ટનો સંવાદ કાર્યક્રમ
- મોટી સંખ્યામાં લઘુમતી સમાજના લોકો હાજર રહ્યા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કરજણમાં કોંગ્રેસે કર્યો પ્રચારનો પ્રારંભ - local election 2021
વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી ચુક્યા છે. ત્યારે બંને મુખ્ય રાજકીય પક્ષો કોંગ્રેસ તથા ભાજપા દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.જે અંતર્ગત કરજણ ખાતે વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિ માયનોરિટી ડિપાર્ટમેન્ટનો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.જે અંતર્ગત કરજણ ખાતે વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિ માઈનોરિટી ડિપાર્ટમેન્ટનો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.
વડોદરા : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી ચુક્યા છે. ત્યારે બંને મુખ્ય રાજકીય પક્ષો કોંગ્રેસ તથા ભાજપા દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.જે અંતર્ગત કરજણ ખાતે વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિ માયનોરિટી ડિપાર્ટમેન્ટનો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.
તાલુકાની તમામ બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોને વિજયી બનાવા હાકલ
વક્તા સૈયદ ઇમ્તિયાઝ અલી કાદરીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આગામી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોને વિજયી બનાવવા અપીલ કરી હતી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, સરકાર તરફથી જે વિવિધ વિકાસલક્ષી યોજનાઓનો લાભ માઈનોરિટી સમાજને મળે છે તેનો અમે ખ્યાલ રાખીશું.
પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારોએ ભાજપા સામે તીખા શબ્દોના પ્રહારો કર્યા
વડોદરા જિલ્લા કોંગ્રેસ માઈનોરિટી સમિતિના અધ્યક્ષ મહેબુબ ભાઈ મલેકે આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરાવ્યું હતું.કાર્યક્રમમાં કોંગ્રેસ માઈનોરિટી સમિતિના ગુજરાત પ્રદેશ પ્રભારી ડૉ. મિર્ઝા સાહેબ, કોંગ્રેસ માઈનોરિટી સમિતિના કાર્યકારી પ્રમુખ સૈયદ ઇમ્તિયાઝ અલી કાદરી, તેમજ કરજણ તાલુકાના માઈનોરિટી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.