વડોદરાઃ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી દાહોદ આદિવાસી સત્યાગ્રહ કાર્યક્રમમાં જતા પહેલા વડોદરા એરપોર્ટ પર શહેર કૉંગ્રેસ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિ દ્વારા દાહોદ ખાતે આદિવાસી સમાજના અસંખ્ય મુદ્દાઓના નિવારણ માટે આયોજિત "આદિવાસી સત્યાગ્રહ" જાહેર જનસભામાં હાજરી આપવા ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી વડોદરા એરપોર્ટ ખાતે ટૂંક સમય માટે રોકાયા હતા.
રાહુલ ગાંધી ગુજરાત મુલાકાત રાહુલ ગાંધીનું સ્વાગત -વડોદરા એરપોર્ટ પરથી હેલિકોપ્ટર દ્વારા દાહોદની સભામાં હાજરીઆપવા રવાના થવાનું હતા. ત્યારે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પ્રભારી તથા રાજસ્થાન સરકારના પૂર્વપ્રધાન રઘુ શર્મા, વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, વિપક્ષ નેતા અમી રાવત, ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ ઉપપ્રમુખ નિશિત વ્યાસ, ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ પ્રોટોકોલ પ્રધાન હરેશ મલાની, પૂર્વ વિપક્ષ નેતા તથા કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ, મુનિસિપલ કાઉન્સેલરો દ્વારા રાહુલ ગાંધીનું વિધિવત સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃકોંગ્રેસનું તીર- "મોદી સરકારને કારણે રૂપિયો 'ICU'માં ભર્તી"
આદિવાસી સત્યાગ્રહ આંદોલન 6 મહિના સુધી ચાલશે -રાહુલ ગાંધી દાહોદમાં આદિવાસી સત્યાગ્રહ કાર્યક્રમમાં ઉપસ્થિતિ રહ્યા છે. જેને લઇ ગુજરાત પ્રભારી રઘુ શર્માએ નિવેદન આપતા જણાવ્યું હતું કે રાહુલ ગાંધી આદિવાસીઓના રક્ષા માટે દાહોદ આવ્યા છે. આજથી કોંગ્રેસ પક્ષ આદિવાસીઓની રક્ષા માટે સત્યાગ્રહની શરૂઆત કરશે. સાથે આદિવાસીઓના અધિકારો છીનવાઈ ગયા છે જેથી સ્થાનિક આદિવાસીઓ તેમના વિસ્તારમાંથી પલાયન કરી રહ્યા છે. સાથે રાજ્યમાં હોસ્પિટલનું ખાનગીકરણ થયું, શિક્ષાનું વેપારીકરણ થયું, આદિવાસીઓ પાસે ચૂકવવા રૂપિયા નથી અને આદિવાસી સત્યાગ્રહ આંદોલન 6 મહિના સુધી ચાલશે. સાથે નરેશ પટેલ મામલે હાલ બોલવાનો ઇનકાર કરતા કહ્યું કે થોડાક સમયમાં બધું સ્પષ્ટ થઈ જશે.
આ પણ વાંચોઃકૉંગ્રેસની સરકાર આવશે તો અમે તાપી પાર નર્મદા રિવરલિન્ક પ્રોજેક્ટ બંધ કરી દઈશુંઃ રાહુલ ગાંધી
આદિવાસી સત્યાગ્રહ રેલીને સંબોધન -કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે દાહોદના પ્રવાસે (Rahul Gandhi Gujarat Visit) છે. અહીં તેમણે આદિવાસી સત્યાગ્રહ રેલીને સંબોધિત (Rahul Gandhi address Tribal Satyagraha Rally) કરી હતી. કૉંગ્રેસનો નિર્ધાર જળ, જંગલ, જમીનનો અધિકારના સૂત્ર સાથે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોર સહિત કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓ રેલીના સ્થળ ઉપસ્થિત છે.