વડોદરા: મહાનગરપાલિકા તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતા મેડિકલ બુલેટિનમાં કોરોનાંના સાચા આંકડા દર્શાવવામાં આવતા નથી તેવા આક્ષેપ સાથે વડોદરા શહેર કોંગ્રેસે શહેરના 34 અર્બન હેલ્થ સેન્ટર ખાતે સર્વે કરવામાં આવ્યો હતો અને ગાંધીનગર ગૃહ ખાતે કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજી સર્વેના આંકડા જાહેર કર્યા હતા.
વડોદરામાં કોંગ્રેસે કોરોનાનાં આંકડા છુપાવવાનાં આક્ષેપ સાથે કાર્યવાહી કરવાની કરી માંગ - વડોદરામાં કોરોનાના દર્દીઓની સંખ્યા
વડોદરામાં કોરોનાના આંકડા છુપાવવાનાં આક્ષેપ કરનાર વડોદરા શહેર કોંગ્રેસે શહેરના 34 અર્બન હેલ્થ સેન્ટર ખાતે સર્વે કરી બુધવારે મેડિકલ બુલેટિન બાદ પત્રકાર પરિષદ સંબોધી રોજના 1000 દર્દીઓ આવતાં હોવાના દાવા સાથે અર્બન હેલ્થ સેન્ટરના સર્વેના આંકડાઓ જાહેર કર્યા હતા.
મ્યુનિસિપલ કોર્પોરેશનનો આંકડો 128 છે જેની સામે કોંગ્રેસે જણાવ્યું હતું કે ફક્ત 34 અર્બન હેલ્થ સેન્ટરનો કોરોનાનો આંકડો જ 236 છે તેવો હોવાનો દાવો કર્યો હતો. તેમજ તેના પુરાવાઓ પણ રજૂ કર્યા હતા.
કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ તથા પાલિકાના વિપક્ષના નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવએ કોરોનાંના આંકડાની માયાજાળનો પર્દાફાશ કર્યો હોવાની વાત કરતા અર્બન હેલ્થ સેન્ટર સાથે ગોત્રી, એસેસજી તથા ખાનગી લેબ માંથી મળી 1000 જેટલા કેસો આવતા હોવાનો દાવો કરી અધિકારીઓ છેતરપિંડી કરતા હોવાના આક્ષેપ સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણી આ અંગે કાર્યવાહી કરે તેની માંગ કરી હતી.