વડોદરાશહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ મુથૂટ ફાઇનાન્સનીની (Fake Jewelry Fraud Vadodara) શાખામાં સોનાનાઘરેણા ગીરવે મૂકી 6.78 લાખની ગોલ્ડ લોન લઇ છેતરપિંડી આચરનારા ત્રણ ગ્રાહકો સામે ગોત્રી પોલીસ મથકમાં (Gotri Police Station Ahmedabad) બ્રાન્ચ મેનેજરે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
બે મહિલા એક પુરુષે કૌભાંડ આચર્યું શહેરના ઉંડેરા ગામમાં રહેતા અને ગોત્રી (Fake Jewelry Fraud Vadodara) ખાતે મુથૂટ ફાઇનાન્સની શાખામાંમેનજર તરીકે નોકરી કરતા ચિંતનભાઇ પટેલ ફરિયાદ નોંધાવી છે કે સોનલ સુરેશભાઇ જાદવ, જીજ્ઞેશ નવનીતલાલ સોમી અને નિલમ ચેતનભાઇ વરિયાએ સોનાના દાગીના ગીરવે મુકી 6.78 લાખની લોન લીધી હતી. જે સોનાના દાગીના નકલી હોવાનું સામે આવ્યું હતું.
આ પણ વાંચો સુરતમાં એક યુવકે સાતમા માળેથી ઝંપલાવી પોતાનું જીવન મોતને વહાલું કર્યું
નકલી દાગીનાત્રણેયનો લોનનો સમયગાળો પૂર્ણ થયો હોવા છતાં વ્યાજ ભર્યું ન હતું અને તે અંગે નોટિસો આપી હતી. પરંતુ તેમના તરફથી કોઇ જવાબ આવ્યો ન હતો. જેથી તેમણે ગીરવે મુકેલા દાગીનાનું ઓડિટ કરતા આ દાગીના ઉપર સોનાનું જાડું પડ હતું. અને દાગીના નકલી હતા. જેથી બ્રાન્ચ મેનેજરે ત્રણેય સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે. ગોત્રી પોલીસે આ ત્રણેય ગ્રાહકો વિરુદ્ધ બ્રાન્ચ મેનેજરની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. આ મામલે વધુ કાર્યવાહી આરંભી છે.
કયા ગ્રાહકનું કેટલું સોનુ ગ્રાહક સોનલબેન જાદવે 21.5 ગ્રામની સોનાની ચેન ગીરવે મૂકી રૂપિયા 47 હજાર ,24 ગ્રામની સોનાનો હાર તથા સોનાની બુટ્ટી ઉપર રૂપિયા 52 હજાર અને 29 ગ્રામની સોનાની માળા ઉપર રૂપિયા 65 હજારની લોન લીધી હતી. તો અન્ય ગ્રાહક જીગ્નેશ સોમીએ 21 ગ્રામ સોનાની માળા ઉપર રૂપિયા 44 હજાર, 24 ગ્રામ સોનાની ચેન ઉપર રૂપિયા 54 હજાર ,11.5 ગ્રામ સોનાની લકી ઉપર રૂપિયા 26 હજાર, 18 ગ્રામ સોનાની બ્રેસલેટ ઉપર રૂપિયા 40 હજારની ગોલ્ડ લોન લીધી હતી. તેવી જ રીતે ગ્રાહક નીલમ વરિયા કે જેઓ એ 45.50 ગ્રામની સોનાની લકી અને ચેન ઉપર રૂપિયા 1.47 લાખ ,42 ગ્રામ સોનાની હાર અને બુટ્ટી ઉપર રૂપિયા 1.35 લાખની ગોલ્ડ લોન લીધી હતી.