વડોદરાવડોદરાના દશરથ ગામે હાલમાં યોજાયેલી વાઘોડિયા વિધાનસભાની ચૂંટણી (Vaghodia Seat Result) ની અદાવતને લઈને હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં બે લોકો ઈજાગ્રસ્ત (Complaint against Dharmendrasinh Vaghela Workers ) થયા હતા. 11 ડીસેમ્બરની રાત્રે વાઘોડિયા વિધાનસભાની બેઠક (Vaghodia Seat Result) ના દશરથ ગામે આ મામલો બન્યો હતો. અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ (Independent candidate Madhu Srivastava ) ના ઇજાગ્રસ્ત કાર્યકરોએ ફરિયાદ નોંધાવી છે. જેમાં વિજેતા અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાના કાર્યકર્તાઓએ માર માર્યો હોવાનું જણાવાયું છે.
વાઘોડિયા બેઠકની ચૂંટણી બાદ મારામારીની ફરિયાદ, ધર્મેન્દ્રસિંહ વાઘેલાના કાર્યકર્તાઓ સામે ફરિયાદ
વાઘોડિયા વિધાનસભા બેઠક જીતેલા (Vaghodia Seat Result) ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાના કાર્યકર્તાઓએ અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ (Independent candidate Madhu Srivastava )ના કાર્યકરોને ધાકધમકી આપી માર માર્યો હોવાની ફરિયાદ (Complaint against Dharmendrasinh Vaghela Workers ) થઇ હતી. દશરથ ગામમાં આ મુદ્દે બે લોકો ઇજાગ્રસ્ત પણ થયાં (Clash between two party workers )છે જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.
અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાના કાર્યકરો બાખડ્યાં બાબતે વાઘોડિયા વિધાનસભાની બેઠક (Vaghodia Seat Result) ઉપર અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જીત થઈ હતી અને સામા પક્ષના ઉમેદવારની હાર થતાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા (બાપુ)ના કાર્યકર્તાઓએ બીજા પક્ષના કાર્યકર્તાઓ સાથે હારજીત બાબતે તકરાર (Clash between two party workers ) કરી હતી અને છૂટા હાથની મારામારી (Complaint against Dharmendrasinh Vaghela Workers ) પણ કરવામાં આવી હતી.
ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા મધુ શ્રીવાસ્તવના ઈજાગ્રસ્ત્ત કાર્યકરે જણાવ્યું હતું કે અમારી ઉપર હુમલો કરનાર લોકો ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુના કાર્યકર્તાઓ હતાં અને તેઓ જણાવ્યું હતું (Complaint against Dharmendrasinh Vaghela Workers ) કે હવે વાઘોડિયા વિધાનસભામાં ધારાસભ્ય અમારા છે અને તમારા ઉમેદવાર હારી ગયા છે માટે સોસાયટીમાં રહેવાનું પણ તમોને ભારે પાડી દઈશું એવું કહી ચીમકી (Clash between two party workers )આપી હતી. તેઓએ અમારી સાથે છૂટા હાથની મારામારી કરી હતી જેથી ઈજાગ્રસ્ત થયેલ લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. વધુમાં તેઓ જણાવ્યું હતું કે તમારા ઉમેદવાર તો હારી ગયા છે અને હવે અમારો જ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાજીતી ગયા છે માટે દાદાગીરી કરવી નહીં શાંતિથી રહેવું એમ ધર્મેન્દ્ર બાપુના માણસોએ કહ્યું હોવાનું પણ જણાવ્યું હતું. વધુમાં તેઓ પાસેથી જાણવા મળ્યું હતું કે, આ બનાવ અંગેની તેઓએ ફરિયાદ પણ નોંધાવી છે.