ગુજરાત

gujarat

ETV Bharat / state

Communal violence in Vadodara: રાવપુરામાં હિંસા મામલે પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી 19 કરી લોકોની ધરપકડ

વડોદરામાં શહેરમાં (Communal Violence in Vadodara) રવિવારે મોડી રાત્રે પથ્થરમારાની (Stone throwing in Vadodara) ઘટના બની હતી. આ જૂથ અથડામણમાં પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી કરીને 19 જેટલા ધમાલિયા તત્વોને ઝડપી પાડવામાં આવ્યા છે.

Communal violence in Vadodara: રાવપુરામાં હિંસા મામલે પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી 19લોકોની ધરપકડ કરી
Communal violence in Vadodara: રાવપુરામાં હિંસા મામલે પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી 19લોકોની ધરપકડ કરી

By

Published : Apr 18, 2022, 4:54 PM IST

Updated : Apr 18, 2022, 5:11 PM IST

વડોદરાઃ શહેરના હાર્દ સમા રાવપુરા રોડ પર આવેલી અમદાવાદી પોળ પાસે સર્જાયેલા અકસ્માતને (Communal Violence in Vadodara) પગલે બે કોમના જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. કોમના ટોળાંએ નજીવી (Stone throwing in Vadodara)બાબતે શહેરની શાંતિને પલીતો ચાંપ્યો હતો અને કોઠી પોળમાં સાંઈ બાબાની પ્રતિમા તોડીને એક રીતે શહેરમાં દિવસો સુધી અશાંતિ સ્થપાય તેવો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસ તંત્ર દ્વારા સત્વરે કાર્યવાહી કરીને 19 જેટલા ધમાલિયા તત્વોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

જૂથ અથડામણ

પથ્થરમારો કરવા સાથે વાહનોની તોડફોડ કરી -રામનવમી અને ત્યારબાદ હનુમાન જયંતિ સમયે ગુજરાત (Vadodara Rawapura Police)સહિત દેશના અલગ અલગ ઠેકાણે કોમી તંગદીલીનું વાતાવરણ સર્જાયું હતું. જોકે કોમી રખમાણોને નિંદનિય ભૂતકાળ ધરાવતા વડોદરા શહેરમાં(Group clash in Gujarat) શાંતિ છવાયેલી હતી. પરંતુ ધમાલિયા તત્વોને જાણે શહેરની શાંતિ આંખમાં કણાની માફક ખૂંચતી હોય એમ રવિવારે મોડી રાત્રે નજીવી બાબતે બે કોમ વચ્ચે જૂથ અથડામણની ઘટનાને પગલે તંગદીલી છવાઈ ગઈ હતી. આ ધમાલિયા તત્વોએ પથ્થરમારો કરવા સાથે વાહનોની તોડફોડ કરી હતી. અમદાવાદી પોળ પાસે સર્જાયેલી ઘટનાને પગલે કોઠી પોળમાં સાંઈ બાબાની પ્રતિમા પણ તોડી નાંખવામાં આવી હતી.

આ પણ વાંચોઃદિલ્હીમાં હનુમાન જયંતિ પર શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો, 9 લોકોની કરાઇ ધરપકડ

પોલીસે ચુસ્ત બંદોબસ્ત તેમજ પેટ્રોલિંગ ગોઠવી દેવામાં આવ્યું -વડોદરા શહેર પોલીસ વિભાગના અધિક પોલીસ કમિશનર ચિરાગ કોરડીયાએ જણાવ્યું હતું કે રાવપુરા પોલીસ મથકમાં 8 જેટલાં શખ્સો સામે અકસ્માતનો ગુનો નોંધાયો હતો.તેમજ કારેલીબાગ પોલીસ મથકમાં 25થી વધુ શખ્સો સામે રાયોટિંગનો ગુનો નોંધવામાં આવ્યો હતો.પોલીસે રાતોરાત અકસ્માતના ગુનામાં ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતાં. જ્યારે કારેલીબાગ પોલીસ મથકમાં નોંધાયેલા રાયોટિંગના ગુનામાં 19 ધમાલિયા તત્વોને રાત્રે જ ઝડપી પાડવામાં આવ્યા હતાં.અને વધુ શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.શહેરમાં તંગદીલી ના છવાય તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત તેમજ પેટ્રોલિંગ ગોઠવી દેવામાં આવ્યું છે.હાલ શહેરમાં શાંતિ સ્થપાયેલી છે. ત્યારે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આ તબક્કે પોલીસ કમિશનર ડો. શમશેરસિંહે શહેરની શાંતિ અકબંધ રાખવા માટે શહેરીજનોને અપીલ કરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે અકસ્માતની નજીવી બાબતે જ કોમી છમકલું કરાયું કે પછી શહેરની શાંતિ ડહોળવાનો આ પ્રયાસ હતો ? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃCommunal violence in Vadodara: રાવપુરામાં મોડી રાત્રે પથ્થરમારો થતા મંદિરની મૂર્તિને થયું નુકસાન, પોલીસનો કાફલો તહેનાત

Last Updated : Apr 18, 2022, 5:11 PM IST

ABOUT THE AUTHOR

...view details